Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kadi Bypoll Election : વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શરુ, મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા

ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી (Kadi) વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સવારે 7  કલાકથી મતદાન શરુ થઈ ગયું છે.
Advertisement

Kadi Bypoll Election : ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી (Kadi) વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સવારે 7  કલાકથી મતદાન શરુ થઈ ગયું છે. કડી વિધાનસભા બેઠકની (Kadi Assembly by-Election) વાત કરીએ તો MLA કરશન સોલંકીનાં (MLA Karsan Solanki) નિધન બાદ બેઠક ખાલી પડી છે. BJP તરફથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે (Congress) રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જો કે, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આયાતી હોવાથી મતદાન નહીં કરી શકે. કોંગ્રેસનાં ઉમેદવાર રમેશ ચાવડા ગર્લ્સ હાઈસ્કૂલમાં મતદાન કરશે એવી માહિતી છે. ઉપરાંત, પૂર્વ Dy. CM નીતિન પટેલ (Nitin Patel) મણીપુર બ્રાહ્મણની વાડીમાં મતદાન કરશે. કડી શહેરમાં 54 અને ગ્રામ્યમાં 240 મતદાન મથકો ઊભા કરાયા છે, જે હેઠળ ન્યૂ આદર્શ હાઇસ્કૂલ ખાતે પર્યાવરણ આધારિત બૂથ બનાવાયું છે. જ્યારે, કડીનાં લક્ષ્મીપુરા અને રંગપુરડામાં સખી બૂથ બનાવાયું છે. જો કે, 106 સંવેદનશીલ બૂથ જાહેર કરાયા છે.  જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×