કાજલ હિન્દુસ્તાનીની અનોખી પહેલ! સંપૂર્ણ લવજેહાદ નાશ કરવા વિદ્યાર્થિનીઓને લેવડાવ્યા શપથ
Kajal Hindustani : સમાજમાં 'લવજેહાદ'ના વધતા કિસ્સાઓ વચ્ચે, જાગૃતિ ફેલાવવા માટે જાણીતા વક્તા કાજલ હિન્દુસ્તાનીએ કચ્છમાં એક અનોખી પહેલ કરી છે.
Advertisement
- લવજેહાદને અટકાવવા માટે કચ્છમાં Kajal Hindustani ની અનોખી પહેલ
- સંપૂર્ણ લવજેહાદ નાશ કરવા વિદ્યાર્થિનીઓને લેવડાવ્યા શપથ
- ભુજોડી આહીર કન્યા છાત્રાલયમાં કાર્યક્રમમાં લેવડાવ્યા શપથ
- સ્વયંભૂ દીકરીઓને લવજેહાદી તત્ત્વો સામે બચવાના શપથ લેવડાવ્યા
- દીકરીઓને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે વફાદાર રહેવાની શીખામણ આપી
- છેલ્લા શ્વાસ સુધી સનાતન હિન્દુ ધર્મનું પાલન કરવા શપથ લેવડાવ્યા
- કોઈ વસ્તુ કે વ્યક્તિના પ્રલોભનમાં ન આવવાની ટકોર કરવામાં આવી
- દીકરીઓને લવજેહાદથી બચવા માટે સમજણ આપવામાં આવી
Kajal Hindustani : સમાજમાં 'લવજેહાદ'ના વધતા કિસ્સાઓ વચ્ચે, જાગૃતિ ફેલાવવા માટે જાણીતા વક્તા કાજલ હિન્દુસ્તાનીએ કચ્છમાં એક અનોખી પહેલ કરી છે. ભુજોડી સ્થિત આહીર કન્યા છાત્રાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં, તેમણે વિદ્યાર્થિનીઓને 'લવજેહાદ'ના જોખમો વિશે સમજાવી, અને સ્વયંભૂ રીતે તેનાથી બચવા માટેના શપથ લેવડાવ્યા. આ પહેલનો મુખ્ય હેતુ દીકરીઓને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે વફાદાર રહેવા અને કોઈપણ પ્રકારના પ્રલોભનોથી દૂર રહેવા માટે સક્ષમ બનાવવાનો છે.

