Kalol Chemical Pollution : કલોલ તાલુકામાં કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડાતા હોબાળો
આક્ષેપ અનુસાર, કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોના પાકને વ્યાપક અસર થઈ છે.
Advertisement
કલોલ તાલુકામાં રાત્રિ દરમિયાન ટેન્કરો દ્વારા કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડાતા હોવાનો આરોપ સ્થાનિક ખેડૂતો દ્વારા કરાયો છે. આક્ષેપ અનુસાર, કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોના પાકને વ્યાપક અસર થઈ છે. વાયણા ગામથી થોળ રોડ પરના કેનાલમાં કેમિકલ પાણી છોડાયું, જેનાં કારણે પાક નુકસાન થતાં આસપાસના ગામો અને વાયણાના ખેડૂતો કેનાલ પાસે એકત્ર થયા હતા. કેમિકલયુક્ત પાણીથી ભારે દુર્ગંધ મારતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. આ અંગે ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે તપાસની માગ કરાઈ છે.... જુઓ અહેવાલ...
Advertisement


