150 કારના કાફલા સાથે Gandhinagar પહોંચશે Kanti Amrutiya
આજે સવારથી કાંતિ અમૃતિયાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે વિધાનસભા તરફ રવાના કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત Gujarat: ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં અગાઉ મોરબીમાં ખરાબ રસ્તા અને...
11:12 AM Jul 14, 2025 IST
|
SANJAY
- આજે સવારથી કાંતિ અમૃતિયાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ
- કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે વિધાનસભા તરફ રવાના
- કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત
Gujarat: ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં અગાઉ મોરબીમાં ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા ઉકેલવાને બદલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી. તેમણે ગોપાલ ઇટાલિયાને મોરબીમાં જીતે તો બે કરોડ આપું તેવી ચેલેન્જ આપીને મુદ્દાને સળગાવ્યો હતો. હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે. સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચશે. કાંતિ અમૃતિયાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઇ છે. જેમાં કાંતિ અમૃતિયા 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર પહોંચીને ગોપાલ ઈટાલિયાની રાહ જોશે. જેમાં ગોપાલ ઈટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે. ઈટાલિયા-અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા વાક્યુદ્ધ થયું હતું. તથા બંનેએ MLA પદેથી રાજનામું આપવા પડકાર ફેંક્યો હતો.
Next Article