Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરીના કપૂરે પટૌડી પરિવાર સાથે ઈદની ઉજવણી કરી, જુઓ તસ્વીરો

ઇદનો તહેવાર કપૂર પરિવાર માટે ખૂબ જ ખાસ છે. આજના દિવસે પરિવારના બધાં લોકો  ભેગા થાય છે અને ઉજવણી કરે છે. આ ઈદ પર પણ આખો પટૌડી પરિવાર એકત્ર થયો અને બધાએ ઉજવણી કરી. તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. શેર કરેલી તસવીરમાં આખો પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે. ફોટોમાં ભાભી  કરીના સાથે  સોહા અને સબા અલી ખાન પણ જોવા મળી રહી છે. સોહાનો પતિ કુણાલ સૈફ સાથે બેઠો છે અને સૈફ અલી ખાન તેના બà«
કરીના કપૂરે પટૌડી પરિવાર સાથે ઈદની ઉજવણી કરી  જુઓ તસ્વીરો
Advertisement

ઇદનો તહેવાર કપૂર પરિવાર માટે ખૂબ જ ખાસ છે. આજના દિવસે પરિવારના બધાં લોકો  ભેગા થાય છે અને ઉજવણી કરે છે. આ ઈદ પર પણ આખો પટૌડી પરિવાર એકત્ર થયો અને બધાએ ઉજવણી કરી. તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

શેર કરેલી તસવીરમાં આખો પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે. ફોટોમાં ભાભી  કરીના સાથે  સોહા અને સબા અલી ખાન પણ જોવા મળી રહી છે. સોહાનો પતિ કુણાલ સૈફ સાથે બેઠો છે અને સૈફ અલી ખાન તેના બે બાળકો તૈમુર અને જેહ સાથે જોવા મળી રહ્યો છે. જોકે કરીના પરિવાર સાથેના આ ફોટોથી ખુશ નથી. આખો પરિવાર એક ફ્રેમમાં દેખાતો હતો, પણ બધા પ્રોપર પોઝમાં ન હતા. આ ઈદ પર કરીના કપૂરે પરિવાર સાથે ખાસ સમય વિતાવ્યો અને તસવીર પણ ક્લિક કરાવી. 
તસવીર શેર કરતાં કરીનાએ કેપ્શન લખ્યું- પરિવાર તરફથી ઈદ મુબારક જે હંમેશા પરફેક્ટ તસવીર લેવાનો પ્રયાસ કરે છે પરંતુ કરી શકતો નથી. તસવીરોમાં કરીના અને જેહ સફેદ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે, જ્યારે તૈમુરે બ્લેક કુર્તો પહેર્યો છે. તો, સોહા અલી ખાન, કુણાલ ખેમુ અને ઇનાયા લાઇટ પીળા આઉટફિટ્સમાં છે. આ ફેમિલી ફોટોમાં ભલે બધાએ  હેપી પોઝ આપ્યો, પરંતુ કરીના આ તસવીરથી ખુશ નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાન જલ્દી જ આમિર ખાનની સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. બીજી તરફ સૈફ અલી ખાન રિતિક રોશનની સામે વિક્રમ વેધમાં જોવા મળશે. 
Advertisement
Tags :
Advertisement

.

×