ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કારગિલ યુદ્ધના દોષિત મુશર્રફને મૃત્યુદંડની સજા થઇ હતી

પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)નું દુબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની સામે ઘણા સમયથી કેસ ચાલી રહ્યો હતો. રાજદ્રોહના કેસમાં તેમને વિશેષ અદાલતે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તે લાંબા સમયથી પાકિસ્તાનની બહાર રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત લથડી રહી હતી. વિડંબના એ છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં મૃત્યુદંડની સજા પà
07:04 AM Feb 05, 2023 IST | Vipul Pandya
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)નું દુબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની સામે ઘણા સમયથી કેસ ચાલી રહ્યો હતો. રાજદ્રોહના કેસમાં તેમને વિશેષ અદાલતે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તે લાંબા સમયથી પાકિસ્તાનની બહાર રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત લથડી રહી હતી. વિડંબના એ છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં મૃત્યુદંડની સજા પà
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)નું દુબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની સામે ઘણા સમયથી કેસ ચાલી રહ્યો હતો. રાજદ્રોહના કેસમાં તેમને વિશેષ અદાલતે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તે લાંબા સમયથી પાકિસ્તાનની બહાર રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત લથડી રહી હતી. વિડંબના એ છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં મૃત્યુદંડની સજા પામેલા તે પાકિસ્તાનના પહેલા લશ્કરી શાસક હતા.
કારગિલ યુદ્ધ માટે દોષિત 
તેમને ભારત વિરુદ્ધ કારગિલ યુદ્ધ માટે દોષિત માનવામાં આવે છે. 1999માં કારગિલ યુદ્ધ થયું ત્યારે તેઓ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. કહેવાય છે કે કારગિલ યુદ્ધ અંગે તેમણે તત્કાલિન વડાપ્રધાન મિયાં નવાઝ શરીફને પણ અંધારામાં રાખ્યા હતા.
કારગિલ યુદ્ધ પર નવાઝ શરીફને અંધારામાં રાખ્યા
નવાબ શરીફ અને તત્કાલિન ભારતીય વડા પ્રધાન વચ્ચેના સંબંધો પીગળી રહ્યા હતા ત્યારે અટલજી શાંતિ બસમાં લાહોર ગયા હતા. પરંતુ 1999માં જનરલ પરવેઝ મુશર્રફે લશ્કરી બળવા દ્વારા નવાઝ શરીફને સત્તા પરથી હટાવ્યા હતા. તે સમયે નવાઝ શરીફ શ્રીલંકામાં હોવાને કારણે તેમને ખબર નહોતી. આ પછી મુશર્રફે કારગિલ યુદ્ધ શરૂ કર્યું. જો કે, ભારતે મુશર્રફના ઈરાદાઓને નષ્ટ કરી દીધા અને કારગિલ જીતી લીધું.
નવાઝ શરીફને હટાવ્યા બાદ પરવેઝ મુશર્રફે કમાન સંભાળી હતી
જનરલ પરવેઝ મુશર્રફ જ્યારે શ્રીલંકામાં હતા ત્યારે નવાઝ શરીફે તેમને શંકાના આધારે આર્મી ચીફના પદ પરથી હટાવ્યા હતા. શરીફે મુશર્રફના સ્થાને જનરલ અઝીઝને આર્મી ચીફ બનાવ્યા. નવાઝે અહીં ભૂલ કરી અને એ ન સમજ્યા કે જનરલ અઝીઝ પણ પરવેઝ મુશર્રફને વફાદાર છે. આખરે, શરીફને જે લશ્કરી બળવાનો ડર હતો તે થયું.
આ પણ વાંચો--આતંકીઓનું પાલન પોષણ કરનારા પૂર્વ PAK રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
FormerPresidentofPakistanGujaratFirstKargilWarPakistanPervezMusharrafPervezMusharrafpassedaway
Next Article