કોંગ્રેસ નેતા બી.કે. હરિપ્રસાદે ફરી એકવાર વડાપ્રધાનશ્રી વિશે આપ્યું વિવાદિત નિવેદન
વડાપ્રધાન વિશે હંમેશા વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતા બી.કે.હરિપ્રસાદે ફરી એકવાર વડાપ્રધાન મોદી માટે અપશબ્દો કહ્યા છે. વડાપ્રધાન મોદીના મુસ્લિમોને વિશ્વાસમાં લેવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે શેતાન ઉપદેશ આપે તેવી વાત છે. વિવાદિત નિવેદનકર્ણાટકમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા હરિપ્રસાદે ફરી એકવાર વડાપ્રધાન મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મà«
05:37 PM Jan 20, 2023 IST
|
Vipul Pandya
વડાપ્રધાન વિશે હંમેશા વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતા બી.કે.હરિપ્રસાદે ફરી એકવાર વડાપ્રધાન મોદી માટે અપશબ્દો કહ્યા છે. વડાપ્રધાન મોદીના મુસ્લિમોને વિશ્વાસમાં લેવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે શેતાન ઉપદેશ આપે તેવી વાત છે.
વિવાદિત નિવેદન
કર્ણાટકમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા હરિપ્રસાદે ફરી એકવાર વડાપ્રધાન મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીના મુસ્લિમોને વિશ્વાસમાં લેવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે શેતાન ઉપદેશ આપે તેવી વાત છે. ચૂંટણી સમયે તેઓ હંમેશા આવા નાટક કરે છે, પરંતુ લોકો તેમની વાત સ્વીકારવા તૈયાર નથી.
શું કહ્યું હતું વડાપ્રધાનશ્રીએ
ઉલ્લેખનીય છે કે 16-17 જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં નેતાઓને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મુસ્લિમ સમાજના વ્હોરા અને પસમાંદાના શિક્ષિત લોકો સુધી સરકારની નીતિઓથી અવગત કરાવવા અને તેઓને ભાજપ સાથે જોડવા જોઈએ.
અગાઉ પણ નિવેદન આપી ચુક્યા છે
ઉલ્લેખનીય હૈ છે કે હંમેશા કોંગ્રેસ નેતાઓ દેશના વડાપ્રધાન મોદી માટે અપશબ્દો અને વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે. વર્ષ 2009 લોકસભા ચૂંટણી સમયે પણ કોંગ્રેસ નેતા બી.કે.હરિપ્રસાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી હતા ત્યારે વડાપ્રધાન માટે અપશબ્દો ઉચ્ચારી ચૂક્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article