Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

KGF ફિલ્મ સ્ટાર યશે કરી એવી ભૂલ કે તમામ લોકોની હાજરીમાં માગવી પડી માફી, Video

છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મ KGF-Chapter 2ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ આવતી કાલે એટલે કે 14 એપ્રિલ 2022ના રોજ મોટા પડદા પર રિલીઝ થવાની છે. જોકે, આ પહેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની ગયેલો યશ તેની ફિલ્મ KGF ચેપ્ટર 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. KGFએ યશને રાતોરાત સ્ટાર બનાવી દીધો અને તે સમગ્ર ભારતીયોમાં પોતાની છાપ છોડવામાં સફળ થયો. પરંતુ તાજેતરમાં એક એવો બનાવ બન્યો કે આ સાઉથના સુપરસ
kgf ફિલ્મ સ્ટાર યશે કરી એવી ભૂલ કે તમામ લોકોની હાજરીમાં માગવી પડી માફી  video
Advertisement
છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મ KGF-Chapter 2ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ આવતી કાલે એટલે કે 14 એપ્રિલ 2022ના રોજ મોટા પડદા પર રિલીઝ થવાની છે. જોકે, આ પહેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની ગયેલો યશ તેની ફિલ્મ KGF ચેપ્ટર 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. KGFએ યશને રાતોરાત સ્ટાર બનાવી દીધો અને તે સમગ્ર ભારતીયોમાં પોતાની છાપ છોડવામાં સફળ થયો. પરંતુ તાજેતરમાં એક એવો બનાવ બન્યો કે આ સાઉથના સુપરસ્ટારને એક સભામાં તમામની સામે માફી માંગવી પડી હતી.  
ફિલ્મી દુનિયામાં જેટલી જલ્દી પ્રસિદ્ધિ મળે છે તેટલી જ જલ્દી તમને ક્રિટિક્સનો પણ સામનો કરવો પડે છે. તમારી એક ભૂલ તમને ઘણીવાર ભારે પડી શકે છે. જણાવી દઇએ કે, યશને એક મીડિયા ઈવેન્ટમાં જવાનું હતું જ્યાં તે પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. કાર્યક્રમમાં તમામ પત્રકારો અને અન્ય લોકો સમયસર પહોંચી ગયા હતા. જોકે, યશ કાર્યક્રમમાં મોડો પહોંચ્યો હતો. યશે મોડા આવવા અને પત્રકારોને રાહ જોવી પડી તે બદલ તે તમામની માફી માંગી હતી. યશે કહ્યું કે, તે સમય વિશે જાણતો નહતો. તેણે કહ્યું, હું સમયનું મહત્વ જાણું છું, તેથી હું તમારા બધાની માફી માંગવા માંગુ છું. મને સમયની પૂરેપૂરી જાણ નહોતી તેથી હું મોડો પડ્યો. તેણે કહ્યું કે, તે ખાનગી જેટ દ્વારા મુસાફરી કરી રહ્યો હતો જેને હવામાનની સ્થિતિને કારણે પરવાનગીની જરૂર હતી અને મિશ્ર શેડ્યુઅલના કારણે વિલંબ થયો હતો. જે રીતે તેણે પોતાની વાત રાખી અને લોકોની માફી માંગી, તેના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ચાહકો પણ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે, તેઓ કહે છે કે બહુ ઓછા એવા સ્ટાર્સ છે જે પોતાની ભૂલ માટે માફી માંગે છે. આ સાથે જ લોકો તેને રિયલ સ્ટાર પણ કહી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં, યશના ચાહકો ફિલ્મ KGF ચેપ્ટર 2 ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોરશોરથી થઈ રહ્યું છે. હિન્દી વર્ઝન માટે અત્યાર સુધીમાં 11 કરોડ એડવાન્સ ટિકિટ બુક કરવામાં આવી છે. જ્યારે ફિલ્મ RRRનું હિન્દીમાં 5 કરોડનું એડવાન્સ બુકિંગ હતું. એટલે કે ફિલ્મ KGF ચેપ્ટર 2 એ પણ એડવાન્સ બુકિંગ સાથે RRR ને માત આપી છે. ટ્રેડ એનાલિસ્ટના અહેવાલો અનુસાર, KGF ચેપ્ટર 2 નું ભારતમાં તમામ ભાષાઓમાં 20 કરોડની એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ KGF ચેપ્ટર 1ની સિક્વલ છે. પ્રથમ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. પ્રથમ ફિલ્મે વૈશ્વિક સ્તરે 250 કરોડની કમાણી કરી હતી. યશ ઉપરાંત, KGF ચેપ્ટર 2 માં સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Tags :
Advertisement

.

×