ખજૂર ઉર્ફે નીતિનભાઇ જાની ગોંડલના મનો દિવ્યાંગ પરિવારની વહારે આવ્યા..બનાવી આપશે ઘરનું ઘર
માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ.. ઉર્ફે નીતિનભાઇ જાની. તેઓની સેવાકીય પ્રવૃત્તિ અને લોકોની મદદે આવવાની ભાવના કોઇનાથી આજે અજાણ નથી. વાવાજોડામાં કે કોરોનાની આફતમાં પણ તેમની સેવાકીય પ્રવૃત્તિ ખુબજ સરાહનીય રહી હતી. આ ઉપરાંત એક વખત તેની નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ લીધી હતી જ્યારે નીતિન જાનીની સેવા પ્રવૃત્તિની ઝલક જોઈ અને વડોદરા પંથકના બે બાળકોને મળવ
08:22 AM Dec 19, 2022 IST
|
Vipul Pandya
માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ.. ઉર્ફે નીતિનભાઇ જાની. તેઓની સેવાકીય પ્રવૃત્તિ અને લોકોની મદદે આવવાની ભાવના કોઇનાથી આજે અજાણ નથી. વાવાજોડામાં કે કોરોનાની આફતમાં પણ તેમની સેવાકીય પ્રવૃત્તિ ખુબજ સરાહનીય રહી હતી. આ ઉપરાંત એક વખત તેની નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ લીધી હતી જ્યારે નીતિન જાનીની સેવા પ્રવૃત્તિની ઝલક જોઈ અને વડોદરા પંથકના બે બાળકોને મળવા માટે ગયા હતા અને ત્યારે નીતિનભાઇને યાદ પણ કર્યા હતા.
મનો દિવ્યાંગ ગરીબ પરિવારને ઘરનું ઘર બનાવી આપશે 'ખજૂરભાઈ'
ગોંડલમાં એક મનો દિવ્યાંગ પરિવાર માટે નીતિનભાઇ ઘરનું ઘર બનાવી આપવા જઇ રહ્યા છે.આ પરિવારને મદદરૂપ થવા તેઓ ગોંડલ આવી પહોંચ્યા હતા.સાથે-સાથે ગોંડલના નગરજનોને પણ આ સતકાર્યમાં જોડાવા તેમણે અપીલ કરી હતી.નીતિન જાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે આ 228મું ઘર બનાવી રહ્યા છીએ. ગોંડલના એક અસામાન્ય અને ગરીબ પરિવાર કે જેમના માટે ઘરની ખુબજ અગત્યતા છે..તેમને પોતાનું ઘર બનાવી આપીશું.
દિવસ-રાત કામ કરીને મકાન તૈયાર કરી આપશે
નીતિનભાઇ જાનીએ વધુ માં ઉમેર્યું હતું કે હું ગોંડલમાં પહેલી વાર આવ્યો છુ અહિયાં એક અસામાન્ય પરિવારની પરિસ્થિતિ જોઈ લોકોને પણ વિનંતી કરું છું કે આવા લોકોની મદદ આવે. અમે ત્રણ ઘર બનાવવાનાં છીએ. અમારી ગણતરી છે કે, ત્રણ રૂમ બનાવીએ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ છીએ અને બહારથી આપણે જાળીની વ્યવસ્થા કરીએ, જેથી કરીને એના વૃદ્ધ મા-બાપ છે એમને કોઈ તકલીફ ન પડે. દસ બાર દિવસમાં ત્રણ મકાન બનાવી દઇશું અને તેના માટે રાત-દિવસ કામ કરીશુ.
મહત્વપૂર્ણ છે કે નીતિનભાઇ જાની ઉર્ફે ખજૂર આ જ રીતે અનેક ઘરવિહોણા લોકોની વ્હારે આવી ચૂક્યા છે..અને અનેક ગરીબ- બેસહાય લોકોને મદદ પુરી પાડી છે.
આ પણ વાંચોઃ માતા-પિતા વગરની 22 દિકરીઓ લગ્નના તાંતણે બંધાઈ, સમાજના શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોએ આપ્યા આશિર્વાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article