Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિમાચલ પ્રદેશ વિધાનસભાના દરવાજા અને દિવાલો પર લાગ્યા ખાલિસ્તાની ઝંડા

હિમાચલ વિધાનસભાની બહાર દરવાજા પર ખાલિસ્તાની ઝંડાઓ ફરકાવ્યા બાદ હંગામો થયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિધાનસભાના ગેટ પરના ઝંડા નીચે ઉતાર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં સ્થાનિક લોકોએ વહેલી સવારે વિધાનસભાના મુખ્ય દ્વાર પર કાળા ઝંડા ફરકાવવાની જાણ કરી હતી. જોકે, હવે પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસમાં લાગી ગઇ છે.મળતી માહિતી મુજબ, આજે સવારે ધર્મશાàª
હિમાચલ પ્રદેશ વિધાનસભાના દરવાજા અને દિવાલો પર લાગ્યા ખાલિસ્તાની ઝંડા
Advertisement
હિમાચલ વિધાનસભાની બહાર દરવાજા પર ખાલિસ્તાની ઝંડાઓ ફરકાવ્યા બાદ હંગામો થયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિધાનસભાના ગેટ પરના ઝંડા નીચે ઉતાર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં સ્થાનિક લોકોએ વહેલી સવારે વિધાનસભાના મુખ્ય દ્વાર પર કાળા ઝંડા ફરકાવવાની જાણ કરી હતી. જોકે, હવે પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસમાં લાગી ગઇ છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ વિધાનસભાના મુખ્ય દરવાજે અને દિવાલ પર ખાલિસ્તાનના ઝંડા બાંધેલા જોવા મળ્યા હતા. આ પછી વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલાને લઈને ખુશાલ શર્મા (SP કાંગડા)એ કહ્યું કે, આ ઘટના મોડી રાત અથવા વહેલી સવારની હોઈ શકે છે. અમે વિધાનસભાના ગેટ પરથી ખાલિસ્તાની ઝંડા હટાવ્યા છે. ધર્મશાળાના એસડીએમ શિલ્પી બેક્તાએ આ મામલાને લઈને કહ્યું કે, અમને હિમાચલ વિધાનસભાની દિવાલો પર ધ્વજ લગાવવાની માહિતી મળી છે. પોલીસ અધિકારીઓ પહેલાથી જ અહીં હાજર હતા. આ મામલે FIR દાખલ કરવામાં આવી છે. અમે હિમાચલ પબ્લિક પ્રોપર્ટી ડિફોર્મેશન એક્ટ હેઠળ કેસ દાખલ કરીશું. હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. તે પછી કંઈક કહી શકાશે. 

એસપી કાંગડા ખુશાલ શર્માએ વધુમાં કહ્યું કે, આ પંજાબના કેટલાક પ્રવાસીઓનું કૃત્ય હોઈ શકે છે. આજે અમે આ મામલે કેસ નોંધી રહ્યા છીએ. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અહીં ચર્ચા કરીએ કે ભૂતકાળમાં હરિયાણાના કર્નાલમાંથી ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ખાલિસ્તાનીઓ સાથે તેમના સંબંધો હોવાના અહેવાલો હતા. ધરપકડ કરાયેલા લોકો પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×