Khambhalia : જલારામ ડેરીમાં SOGનો દરોડો, નકલી ડેરી પ્રોડક્ટ્સનું કૌભાંડ ઝડપાયું
Khambhalia : ખંભાળીયાની જલારામ ડેરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અહીં કેમિકલ અને પાવડરના મિશ્રણથી નકલી દૂધ અને પનીર તૈયાર કરવામાં આવતું હતું.
Advertisement
- Khambhalia ની જલારામ ડેરીમાં SOGનો દરોડો
- નકલી ડેરી પ્રોડક્ટ્સનું કૌભાંડ ઝડપાયું
- કેમિકલ અને પાવડરથી બનાવાતું હતું નકલી દૂધ-પનીર
- માલિક કેતન આસાણી સામે ગુનો દાખલ
- 648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડ જપ્ત કરાયું
- 54 કિલો અખાદ્ય પનીરનો નાશ કરાયો
Khambhalia : ખંભાળીયાની જલારામ ડેરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અહીં કેમિકલ અને પાવડરના મિશ્રણથી નકલી દૂધ અને પનીર તૈયાર કરવામાં આવતું હતું, જેના પગલે ડેરીના માલિક કેતન આસાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઘટનાસ્થળેથી 648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એવા 54 કિલો અખાદ્ય પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


