Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda : સંતાન ન થવા મુદ્દે વારંવાર થતા ડખા, પતિ વારંવાર કરતો પત્ની સાથે મારઝૂડ

ખેડાના ફાગવેલ પાસે દાદાના મુવાડામાં સંતાન ન થવાના વિવાદમાં પતિએ પત્નીના માથામાં લોખંડનો દસ્તો મારી પતાવી દીધી. ક્ષણિક આવેશમાં સુખી સંસાર વેરવિખેર થયો.
Advertisement

ખેડા જિલ્લાના ફાગવેલ પાસે આવેલા દાદાના મુવાડા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. લગ્નજીવનના લાંબા સમય બાદ પણ સંતાન ન થવાના કારણે એક દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિની મારઝૂડથી કંટાળીને પત્ની પોતાના પિયર રહેવા આવી ગઈ હતી. ગઈકાલે પતિ પત્નીને મળવા પિયર પહોંચ્યો હતો, જ્યાં બંને વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધ્યો કે પતિએ ગુસ્સા પરનો કાબૂ ગુમાવ્યો અને પત્નીના માથામાં લોખંડના દસ્તાના બે ઘા ઝીંકી દીધા. ગંભીર ઈજાના કારણે પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સંતાન મેળવવાની ઘેલછા અને ક્ષણિક આવેશમાં એક હસતો-રમતો પરિવાર કાયમ માટે વિખેરાઈ ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×