Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda Rain Update: વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, અંડરપાસમાં પાણી ભરાયા, જુઓ VIDEO

Kheda Rain Update: નડિયાદ શહેરમાં સોમવારની રાત્રે ભારે પવન, વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement

Kheda Rain Update: નડિયાદ શહેરમાં સોમવારની રાત્રે ભારે પવન, વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે માઈ મંદિર અને ખોડિયાર અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ, નડિયારમાં લાંબા સમયથી ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કામગીરીના કારણે ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવ્યું હોવાથી કલેક્ટર કચેરીના ગેટ પાસે મોટા ભુવા પડ્યા છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો....

Advertisement
Tags :
Advertisement

.

×