KHEL MAHAKUMBH 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ
આજે અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ કરાયું હતું. આ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી અને મોટી સંખ્યામાં વિવિધ રમતોના ખેલાડીઓ અને કોચીસ હાજર રહ્યા હતા. ખેલ...
Advertisement
આજે અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ કરાયું હતું. આ કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવી અને મોટી સંખ્યામાં વિવિધ રમતોના ખેલાડીઓ અને કોચીસ હાજર રહ્યા હતા. ખેલ મહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ કાલથી શરૂ થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે તમારે હવે ઓલિમ્પીકના ખેલાડી બનવા તૈયાર થવાનું છે. ગુજરાત સરકાર તમારી સાથે છે. તેમણે હળવા મિજાજમાં કહ્યું કે સ્પોર્ટસ હોય અને યુવા મંત્રી હોય પછી તમારે જોઇશે શું બીજું…કાર્યક્રમમાં રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે યુવા ધન સ્પોર્ટસના રવાડે ચઢે…ડ્રગ્સના રવાડે નહીં. અમારા દરવાજા ખુલ્લા છે. તમે ખાલી મહેનત કરો.
Advertisement
Advertisement


