Khyati Hospital Case। Ahmedabad ના 'ખ્યાતિકાંડ'નો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો
ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની ધરપકડ કરાઈ આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં Khyati hospital: ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક...
09:28 AM Jan 18, 2025 IST
|
SANJAY
- ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની ધરપકડ કરાઈ
- આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો
- ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં
Khyati hospital: ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. એટલું જ નહીં પરંતુ આમાં સંડોવાયેલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
Next Article