Khyati Hospital Scam : કાર્તિક પટેલની પૂછપરછમાં થયા મસમોટા ખુલાસા
- અમદાવાદનાં 'ખ્યાતિકાંડ' નો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો
- કાર્તિક પટેલની પૂછપરછમાં થયા મસમોટા ખુલાસા
- શરૂઆતમાં કાર્તિક વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો : ACP
- કાર્તિક પટેલના માર્ગદર્શનમાં જ હોસ્પિટલનું સંચાલન થતું: ACP
Khyati Hospital Scam : અમદાવાદના બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાર્તિક પટેલ શરૂમાં વીડિયો કેસેટના વેપારમાં હતો, ત્યારબાદ તેણે બિલ્ડર તરીકે કારકિર્દી શરૂ કરી અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી.
પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા
ગત બે મહિનાથી ફરાર રહેલ કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો અને તેણે ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં છુપાઈ રહેવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલને પકડવા માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી, જેના અંતર્ગત તેની ધરપકડ શક્ય બની હતી. ધરપકડ વખતે તેની પાસેથી નવો મોબાઇલ પણ મળ્યો હતો, જેનાથી તપાસમાં વધુ મહત્વપૂર્ણ માહિતી મળી છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. 'ખ્યાતિકાંડ' બાદ પોતાનો ભાંડો ફૂટતા કાર્તિક વિદેશ ભાગી ગયો હતો. આ કેસમાં કાર્તિકની ભૂમિકા અને તેના નેટવર્ક વિશે વધુ ખુલાસા થવાની આશા છે, જે આખા કૌભાંડની હકીકત સામે લાવશે.