ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khyati Hospital Scam : કાર્તિક પટેલની પૂછપરછમાં થયા મસમોટા ખુલાસા

અમદાવાદના બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાર્તિક પટેલ શરૂમાં વીડિયો કેસેટના વેપારમાં હતો
08:34 PM Jan 18, 2025 IST | Hardik Shah
અમદાવાદના બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાર્તિક પટેલ શરૂમાં વીડિયો કેસેટના વેપારમાં હતો

Khyati Hospital Scam : અમદાવાદના બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાર્તિક પટેલ શરૂમાં વીડિયો કેસેટના વેપારમાં હતો, ત્યારબાદ તેણે બિલ્ડર તરીકે કારકિર્દી શરૂ કરી અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી.

પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા

ગત બે મહિનાથી ફરાર રહેલ કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો અને તેણે ઓસ્ટ્રેલિયા અને દુબઈમાં છુપાઈ રહેવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલને પકડવા માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી, જેના અંતર્ગત તેની ધરપકડ શક્ય બની હતી. ધરપકડ વખતે તેની પાસેથી નવો મોબાઇલ પણ મળ્યો હતો, જેનાથી તપાસમાં વધુ મહત્વપૂર્ણ માહિતી મળી છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. 'ખ્યાતિકાંડ' બાદ પોતાનો ભાંડો ફૂટતા કાર્તિક વિદેશ ભાગી ગયો હતો. આ કેસમાં કાર્તિકની ભૂમિકા અને તેના નેટવર્ક વિશે વધુ ખુલાસા થવાની આશા છે, જે આખા કૌભાંડની હકીકત સામે લાવશે.

Tags :
ACP StatementsAhmedabad Crime BranchEscape to Australia and DubaiGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahInvestigation RevelationsKartik PatelKartik Patel arrestedKartik Patel's Business BackgroundKhyati Hospital FraudKhyati Hospital ScamKhyati Hospital Scam InvestigationKhyati Hospital Scam Kartik Patellookout noticeMajor Revelations in InvestigationVideo Cassette Business
Next Article