Khyati Hospital Scandal : PM-JAY કાર્ડને મંજૂરી આપનાર Milap Patel ને કરાયા સસ્પેન્ડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં PM-JAY કાર્ડને ગેરકાયદેસર મંજૂરી આપનાર NHM ના અધિકારી મિલાપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PM-JAY કાર્ડ ગેરમંજૂરી મામલે ક્રાઈમ બ્રાંચે મિલાપ પટેલની ધરપકડ કરી છે.
02:20 PM Jan 18, 2025 IST
|
Hardik Shah
- ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મહત્વના સમાચાર
- PM-JAY કાર્ડ ને મંજૂરી આપનાર મિલાપ પટેલ કરવામાં આવ્યા સસ્પેન્ડ
- NHM અંતર્ગત કામ કરતા મિલાપ પટેલ સામે કાર્યવાહી
- PM-JAY કાર્ડને ગેરકાયદેસર મંજૂરી બદલ ક્રાઈમ બ્રાંચે કરી હતી ધરપકડ
- ડો શૈલેષ આનંદ સામે આરોગ્ય વિભાગ ભરશે પગલાં
- ડો શૈલેષ આનંદ પ્રતિનિયુક્તિ પર એનએચએમ માં બજાવતા હતા ફરજ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં PM-JAY કાર્ડને ગેરકાયદેસર મંજૂરી આપનાર NHM ના અધિકારી મિલાપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PM-JAY કાર્ડ ગેરમંજૂરી મામલે ક્રાઈમ બ્રાંચે મિલાપ પટેલની ધરપકડ કરી છે. આરોગ્ય વિભાગે ડો. શૈલેષ આનંદ વિરુદ્ધ પણ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે, જે હાલ NHM હેઠળ પ્રતિનિયુક્તિમાં ફરજ બજાવતા હતા. આ કાંડની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસની ગતિ તેજ કરવામાં આવી છે.
Next Article