વડોદરાના કિરણસિંહ રાઠોડની 2 દિવસમાં ઘર વાપસી
Vadodara BJP leader : વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ટિકિટ મેળવવાની લાલચમાં નેતાઓ કેવા પેંતરા રચે છે તેનો જીવતો જાગતો કિસ્સો સોખડા બેઠક પર જોવા મળ્યો છે. વડોદરાના રાજકારણમાં (Politics) અત્યારે કિરણસિંહ રાઠોડના પક્ષપલટાનો કિસ્સો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. સોખડા જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડે ટિકિટ પાકી કરવા માટે માત્ર બે જ દિવસના અલ્પગાળામાં બેવાર પક્ષ બદલીને સૌને ચોંકાવી દીધા છે. રાજકીય મહત્વાકાંક્ષા (Ambition) પૂરી કરવા માટે વિચારધારાને કોરે મૂકીને કરવામાં આવેલી આ ઘરવાપસીએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. 7 એપ્રિલના રોજ ભાજપને રામ-રામ કહીને કોંગ્રેસનો (Congress) હાથ પકડનારા આ નેતાએ બીજા જ દિવસે ફરી કેસરીયો ધારણ કરી લેતા કાર્યકરોમાં પણ ભારે અચરજ જોવા મળ્યું છે.

