Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દશેરાના દિવસે ફાફડા-જલેબી જાણો કેમ ખાવામાં આવે છે

દશેરા (Dashera) આમ તો બૂરાઈ પર સારાઈના વિજયનું પ્રતીક છે તેમાં પણ ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનું પર્વ. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો? દશેરાના દિવસે ગુજરાતી ઘરોમાં આસોપાલવ અને ગલગોટાના તોરણ લગાવવામાં આવે છે અને ફાફડા-જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા સાથે ગ્રીન ચટણી અને તળેલા મરચા મળે એટલે ગુજરાતીઓને જલસા પડી જાય.  દશેરાના
દશેરાના દિવસે ફાફડા જલેબી  જાણો કેમ ખાવામાં આવે છે
Advertisement
દશેરા (Dashera) આમ તો બૂરાઈ પર સારાઈના વિજયનું પ્રતીક છે તેમાં પણ ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનું પર્વ. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો? દશેરાના દિવસે ગુજરાતી ઘરોમાં આસોપાલવ અને ગલગોટાના તોરણ લગાવવામાં આવે છે અને ફાફડા-જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા સાથે ગ્રીન ચટણી અને તળેલા મરચા મળે એટલે ગુજરાતીઓને જલસા પડી જાય. 
 
દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવા એ કોઈ આજ-કાલની વાત નથી. આ આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી ઉતરી ગયુ છે. આજે પેઢીઓ પછી પણ એ પરંપરા ચાલુ જ છે. ફાફડા અને જલેબી એ બૂરાઈ પર સારાઈનો વિજય સૂચવે છે.
જોડાયેલી છે એક પ્રાચીન કથાઃ
જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ પસંદ હતી. એ સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવતી હતી. આથી લોકો રામની રાવણ પર જીતને સેલિબ્રેટ કરવા આ દિવસે જલેબી ખાય છે. હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઈએ. આથી નવરાત્રિના નવ દિવસ પછી દશેરાના દિવસ જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે. આથી જ દશેરાના દિવસે ફરસાણની દુકાન બહાર લાંબી લાઈન જોવા મળે છે.
જલેબી નામ કેવી રીતે પડ્યું?
જલેબી શબ્દ અરેબિક શબ્દ ઝુલાબિયા પરથી આવ્યો છે. એવુ માનવામાં આવે છે કે મધ્ય યુગમાં પર્શિયાના વેપારીઓ મારફતે ભારતમાં જલેબી ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી.
Tags :
Advertisement

.

×