ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન

વર્ષો પહેલાં વતનમાં જવાનું થતું ત્યારે અમારા વતનથી ત્રણેક ગાઉ દૂર આવેલા રેલ્વે સ્ટેશન ઉપર ઉતરવું પડતું. અમારા ગામનુંએ રેલ્વે સ્ટેશન “ફ્લેગ રેલ્વે સ્ટેશન” કહેવાતું. આજની નવી પેઢીને કદાચ ફ્લેગ રેલ્વે સ્ટેશન જેવું નામ પણ ન સાંભળ્યું હોય તેવું બને. મોટા સ્ટેશનો ઉપર રેલ્વે ત્રણ કે પાંચ મિનીટ ઉભી રહે જે દરમ્યાન પેસેન્જરોને રેલ્વેમાં ચડવા-ઉતારવાનો પુરતો સમય મળી રહેતો. પરંતુ અમારા
02:13 PM Jun 20, 2022 IST | Vipul Pandya
વર્ષો પહેલાં વતનમાં જવાનું થતું ત્યારે અમારા વતનથી ત્રણેક ગાઉ દૂર આવેલા રેલ્વે સ્ટેશન ઉપર ઉતરવું પડતું. અમારા ગામનુંએ રેલ્વે સ્ટેશન “ફ્લેગ રેલ્વે સ્ટેશન” કહેવાતું. આજની નવી પેઢીને કદાચ ફ્લેગ રેલ્વે સ્ટેશન જેવું નામ પણ ન સાંભળ્યું હોય તેવું બને. મોટા સ્ટેશનો ઉપર રેલ્વે ત્રણ કે પાંચ મિનીટ ઉભી રહે જે દરમ્યાન પેસેન્જરોને રેલ્વેમાં ચડવા-ઉતારવાનો પુરતો સમય મળી રહેતો. પરંતુ અમારા

વર્ષો પહેલાં વતનમાં જવાનું થતું ત્યારે અમારા વતનથી ત્રણેક ગાઉ દૂર આવેલા રેલ્વે સ્ટેશન ઉપર ઉતરવું પડતું. અમારા ગામનુંએ રેલ્વે સ્ટેશન ફ્લેગ રેલ્વે સ્ટેશન કહેવાતું. આજની નવી પેઢીને કદાચ ફ્લેગ રેલ્વે સ્ટેશન જેવું નામ પણ ન સાંભળ્યું હોય તેવું બને. મોટા સ્ટેશનો ઉપર રેલ્વે ત્રણ કે પાંચ મિનીટ ઉભી રહે જે દરમ્યાન પેસેન્જરોને રેલ્વેમાં ચડવા-ઉતારવાનો પુરતો સમય મળી રહેતો. પરંતુ અમારા એ જમાનામાં રેલ્વે સ્ટેશ ઇડર પછી આવતું. કડીયાદરાનું રેલ્વે સ્ટેશન ફ્લેગ રેલ્વે સ્ટેશન કહેવાતું. જ્યાં રેલ્વે પચાસ સેકેંડથી માંડીને વધુમાં વધુ એક મિનીટ માટે જ થોભતી. એટલા ટૂંકા ગાળામાં જ યાત્રીઓએ રેલ્વેમાં ચડ-ઉતર કરવાની વિધિ પતાવી દેવી પડતી. 


જો રેલ્વેમાં અમદાવાદ બાજુથી મુસાફરી કરીને કડિયાદરાના રેલ્વે સ્ટેશન પર ઉતરવાનું હોય તો અમારે ઇડરથી જ સરસામાન રેલ્વેના બારણા પાસે લાવીને ગોઠવી દેવો પડતો અને પરિવારના બધા જ સભ્યો એકદમ એલર્ટ બનીને લાઈનમાં ગોઠવાઈ જવાનું રહેતું. જેવું કડિયાદરા રેલ્વે સ્ટેશન આવે અને ટ્રેન ઉભી રહે એટલે અમારા ભાગમાં આવતી માંડ ચાલીસ પચાસ સેકેન્ડમાં જ તમામ કુટુંબે ઉતરવાની વિધિ પતાવી દેવી પડતી. એવું જ વળતી ટ્રેનમાં અમદાવાદ બાજુ જવાનું હોય તો રેલ્વે આવવાના અડધો કલાક પહેલાથી જ પ્લેટફોર્મ ઉપર સરસામાન સાથે રેલ્વેની રાહ જોવાની અને એકદમ એલર્ટ રહેવાનું. ખેડબ્રહ્મા બાજુથી આવતી ટ્રેનનો અવાજ અને એની સીટી લગભગ અડધો કિલોમીટર દૂરથી સંભાળતા, અને અમે સહુ કોઈ સમરાંગણમાં જવાનું હોય એવી માનસિકતાથી પહેલી પચાસ સેકન્ડમાં સરસામાન સાથે ટ્રેનમાં બેસવા રોમાંચિત રહેતા.


ટ્રેન આવીને હજુ તો પૂરી સ્થિર થઇ ન થઇ હોય અને અમારામાંથી સૌથી મજબૂત માણસ ગણાતી વ્યક્તિ ઉપર ચડી જતી નીચેથી અમે સૌ ફટાફટ બેગ બિસ્તરાંં અને અન્ય સરસામાન એમને આપતા જતા સામાન મુકાઇ ગયા પછી નાના બાળકોને ટ્રેનમાં ચડાવી દેવાતા. એટલામાં તો ટ્રેનની ઉપાડવાનું વ્હીસલ વાગી ચૂકી હોય, સ્ટેશન ઉપર મુકવા આવેલા સગાવહાલા આવજો કરતા હોય, હાથ મિલાવવાનો રિવાજ તો એ જમાનામાં બહુ લોકપ્રિય ન હતો એટલે વિદાય લેનાર અને વિદાય આપનાર ઉતાવળે પરસ્પરને ભેટી લેતા, લગભગ બધાં જ ભેટે ત્યાં સુધીમાં તો રેલ્વેના ડબ્બામાં ચડી ગયા હોય સૌથી પહેલા ચડેલા અમારા પરિવારના મોભી રેલ્વેના ડબ્બાનું મજબૂત હેન્ડલ પકડીને, બહાર ઝળુંબીને છેલ્લાં ડબ્બા તરફ નજર નાખતા છેલ્લા ગાર્ડના ડબ્બાથી સફેદ પહેરવેશ અને માથે કાળી હેટ ધારણ કરેલા ગાર્ડ સાહેબ પહેલાં સીટી મારતાં જે ટ્રેનના ઉપડવાનો સંકેત બનતી. બાદમાં ગાર્ડ સાહેબ લીલીઝંડી ફરકાવતા પાછી એન્જીનમાંથી વાગતી રેલ્વેની સીટી સંભળાતી ને ધીમે ધીમે ટ્રેન ઇડર તરફ આગળ વધતી.


મૂકવા આવેલા સ્વજનોની આસું લૂંછતી આંખો, વતનનો પ્રિય વગડો, કેસુંડાના ઝાડ અને પછી આવતી ગામની પ્રિય નદી  એ બધું જ આંખોમાં આવેલા ઝળઝળિયાં સાથે ઝાંખુ થતું જતું. રેલ્વેના ડબ્બામાં સરસામાન ગોઠવાઈ જાય અને બેસવાની જગ્યા મળી જાય એટલે વતન છૂટ્યાની વેદના અને યોગ્ય જગ્યા મળી જવાના આનંદની મિશ્રિત લાગણીઓ સાથે અમે હાશ અનુભવતા.


આતો લગભગ પાંચ દાયકા પહેલાના સમયનો સ્મરણવિશ્વમાં સચવાયેલા અનેક અનુભવોમાંનો એક અનુભવ છે. આજે તો યાતાયાત અન્ય સાધનો વધી જતા એ.પી. રેલ્વેને બંધ કરી દેવાયા છે. કડિયાદરાના એ ફ્લેગ રેલ્વે સ્ટેશન ઉપરના સન્નાટો ઓઢીને પથરાયેલા રેલ્વેના જૂના ભૂંસાતા ટ્રેક ઉપર સ્મરણવિશ્વની અનેક યાદો વૃક્ષ બનીને ઉગી ગઈ છે  અને મનમાંથી કોઈ ફિલ્મનું ગીત પડઘાઈ ઉઠે છે, કોઈ લૌટા દે  મેરે બીતે હુએ દિન!.

Tags :
flagestationGujaratFirstIndianRilwaytrainjourneyvacation
Next Article