ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ક્રિતી સેનને કાર્તિક આર્યન સાથે રિલેશન વિશે તોડ્યું મૌન

તાજેતરમાં, અભિનેત્રી ક્રિતી સેનન અને કાર્તિક આર્યનના પ્રેમ સંબંધના સમાચાર બોલિવૂડ કોરિડોરમાં ચાલી રહ્યા હતા. બંને એકસાથે જોવા મળ્યા હતા. આ સિવાય બંને અવારનવાર એકબીજા સાથે ફોટો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. ક્યારેક ક્રિતી કાર્તિકની પોસ્ટ પર કોમેન્ટ કરે છે તો ક્યારેક એક્ટ્રેસની પોસ્ટ પર એક્ટર ત્યારથી બંનેના લિન્ક-અપની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ હવે ક્રિતીએ આ સમગ્ર માàª
11:37 AM May 05, 2022 IST | Vipul Pandya
તાજેતરમાં, અભિનેત્રી ક્રિતી સેનન અને કાર્તિક આર્યનના પ્રેમ સંબંધના સમાચાર બોલિવૂડ કોરિડોરમાં ચાલી રહ્યા હતા. બંને એકસાથે જોવા મળ્યા હતા. આ સિવાય બંને અવારનવાર એકબીજા સાથે ફોટો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. ક્યારેક ક્રિતી કાર્તિકની પોસ્ટ પર કોમેન્ટ કરે છે તો ક્યારેક એક્ટ્રેસની પોસ્ટ પર એક્ટર ત્યારથી બંનેના લિન્ક-અપની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ હવે ક્રિતીએ આ સમગ્ર માàª
તાજેતરમાં, અભિનેત્રી ક્રિતી સેનન અને કાર્તિક આર્યનના પ્રેમ સંબંધના સમાચાર બોલિવૂડ કોરિડોરમાં ચાલી રહ્યા હતા. બંને એકસાથે જોવા મળ્યા હતા. આ સિવાય બંને અવારનવાર એકબીજા સાથે ફોટો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. ક્યારેક ક્રિતી કાર્તિકની પોસ્ટ પર કોમેન્ટ કરે છે તો ક્યારેક એક્ટ્રેસની પોસ્ટ પર એક્ટર ત્યારથી બંનેના લિન્ક-અપની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ હવે ક્રિતીએ આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને સંબંધો વિશે ખુલાસો કર્યો છે. ઇન્ટરવ્યુમાં વાત કરતી વખતે ક્રિતીએ એ પણ જણાવ્યું કે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે. 

કાશ મારી જીંદગી આવી હોય 
ઈન્ટરવ્યુમાં કાર્તિક આર્યન સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરતા ક્રિતી સેનને કહ્યું, 'લોકોને સાચી માહિતી મળવી જોઈએ. મને ખબર નથી કે સોશિયલ મીડિયા આપણા માટે સારું છે કે ખરાબ. કારણ કે લોકો ઘણીવાર આના પર મિશ્રિત વાતો કરવા લાગે છે. જો તમે મને નાની અફવાઓ વિશે પૂછો, તો તે મને બિલકુલ હેરાન કરતી નથી. તમે લોકો જે અનુભવો છો, હું ઈચ્છું છું કે મારું જીવન તેટલું જ રસપ્રદ હોત જેટલું તમને લાગે છે.'

કેટલીક બાબતો હેરાન કરે છે
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઠ વર્ષ પસાર થવાં પર ક્રિતી કહે છે, “હાલમાં હું મારી ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છું. એક સેલિબ્રિટી જાણીતો ચહેરો બની જાય છે અને પછી તેના વિશે ઘણી બધી વાતો થાય છે. કેટલીકવાર આ વસ્તુઓ તમને હેરાન પણ કરે છે. જેમ કે કેટલીકવાર આપણા વિશે કેટલીક વાતો લખવામાં આવે છે, તેવાં આપણે નથી હોતા અથવા આપણે જે બોલીએ છીએ તેની તપાસ પણ કરવામાં આવે છે.
ઘણી ફિલ્મોનો ભાગ
ક્રિતી સેનન કહે છે, 'સારી વાત એ છે કે મારા વિશે જે પણ લખાય છે તે જલ્દી દૂર થઈ જાય છે. કારણ કે લોકોની યાદશક્તિ બહુ ઓછી હોય છે. કારણકે સફળતા અને નિષ્ફળતા હંમેશા સરખી નથી હોતી. તમને જણાવી દઈએ કે, ક્રિતી સેનન છેલ્લે ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ક્રિતીની સાથે અક્ષય કુમાર અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી અભિનેત્રીની ફિલ્મોમાં શહજાદા, ગણપથ, ભેડિયા અને આદિપુરુષનો સમાવેશ થાય છે.
Tags :
GujaratFirstkartikaryanrelationshipkritisenonSocialmedia
Next Article