મરણોત્તર ક્રિયા બંધ રાખી, ચાર ગરીબ પરિવારોને આપ્યું ઘર, દેવગઢ બારિયાનો અનોખો કિસ્સો
દેવગઢ બારીયાના એક પરિવારે મરણોત્તર ક્રિયા બંધ રાખી અને મૃતકની બચતના પૈસાથી ચાર ગરીબ પરિવારોને રહેવા માટે એક રૂમ રસોડાનું પાકુ મકાન બનાવી દઇ એક નવો ચીલો ચાતર્યો છે. મૃતક શૈલેષ સોનીનું અવસાન તારીખ-૬-૧૦-૨૨ ના રોજ થયું હતું.. તેઓ આજીવન કુંવારા હતા,અને તેમની ઈચ્છા મુજબ તેમની જીવનભરની બચતમાંથી આ શુભ કાર્ય કરવાનો નિર્ણય લેવાયો. જોકે મરણોત્તર ક્રિયા બંધ રાખી અને વધેલા પૈસા તથા મૃતકની àª
Advertisement
દેવગઢ બારીયાના એક પરિવારે મરણોત્તર ક્રિયા બંધ રાખી અને મૃતકની બચતના પૈસાથી ચાર ગરીબ પરિવારોને રહેવા માટે એક રૂમ રસોડાનું પાકુ મકાન બનાવી દઇ એક નવો ચીલો ચાતર્યો છે. મૃતક શૈલેષ સોનીનું અવસાન તારીખ-૬-૧૦-૨૨ ના રોજ થયું હતું.. તેઓ આજીવન કુંવારા હતા,અને તેમની ઈચ્છા મુજબ તેમની જીવનભરની બચતમાંથી આ શુભ કાર્ય કરવાનો નિર્ણય લેવાયો.
Advertisement
જોકે મરણોત્તર ક્રિયા બંધ રાખી અને વધેલા પૈસા તથા મૃતકની બચતમાંથી ઝૂંપડપટ્ટીમાં રહેતા ચાર ગરીબ પરિવારોને માટે એક રૂમ રસોડાનું નવું પાકું મકાન તમામ ઘરવખરી સાથે આપવામાં આવ્યું...એટલું જ નહીં ચારેય પરિવારના બાળકોને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી પણ મૃતકના પરિવારે ઉપાડી છે. આજના સમયમાં જ્યારે મરણોત્તર ક્રિયા પાછળ લાખ્ખો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોય છે ત્યારે દેવગઢ બારિયાના આ પરિવારે એક ઉત્તમ મિસાલ પુરી પાડી છે.
Advertisement


