Kutch : સસ્તા સોનાની લાલચ મોંઘી સાબિત થઈ, લાલચમાં અનેક લોકોએ મોટી રકમ ગુમાવી
"લાલચ બુરી બલા હૈ" - આ કહેવત ભુજના અનેક લોકો માટે સાચી સાબિત થઈ છે. સોશિયલ મીડિયા પર સસ્તા સોનાની આકર્ષક જાહેરાતો જોઈને રોકાણ કરનારા લોકોએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ભુજ પોલીસે આંતરરાજ્ય કક્ષાએ છેતરપિંડી આચરતી ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડી, તેમની પાસેથી અડધા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Advertisement
ભુજમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ઈમરાન અને મોસીમ સુમરા નામના બે શખ્સો સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી વીડિયો મૂકતા હતા અને લોકોને સસ્તા ભાવે સોનું આપવાની જાળમાં ફસાવતા હતા. અનેક લોકોએ વધુ નફાની લાલચમાં પોતાની જીવનમૂડી ગુમાવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે અને કુલ 56.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં એક ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisement


