Kutch : ગાંધીધામ ડેપો ભારતનું નંબર-1 લોકોમોટિવ મેઇન્ટેનન્સ સેન્ટર બન્યું
- ગાંધીધામ ડેપો ભારતનું નંબર-1 લોકોમોટિવ મેઇન્ટેનન્સ સેન્ટર બન્યું
- માત્ર 4 વર્ષમાં 500થી વધુ લોકોની સર્વિસ પૂરી કરી
- 24 કલાક પ્રોમ્પ્ટ રિસ્પોન્સ ટીમ પણ તૈનાત
- ગાંધીધામમાં એકસાથે 250થી વધુ હાઇ-હોર્સપાવર લોકોની સર્વિસ
- ગાંધીધામ ડેપોનો દેશમાં દબદબો અને સેફટીમાં પણ નંબર -1
- ઝડપ, ગુણવત્તા અને વિશ્વસનીયતાનું જીવંત ઉદાહરણ
- ગાંધીધામે માત્ર 4 વર્ષમાં 500થી વધુ લોકોમોટિવની સર્વિસ પૂરી કરી
Kutch : કચ્છના ગાંધીધામ ખાતે આવેલો ડીઝલ લોકોમોટિવ શેડ આજે ભારતીય રેલવેનું સૌથી આધુનિક અને કાર્યક્ષમ મેઇન્ટેનન્સ સેન્ટર બનીને દેશભરમાં નંબર-વનનો દરજ્જો ધરાવે છે. માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં જ આ ડેપોએ 500થી વધુ લોકોમોટિવની સર્વિસ પૂરી કરીને ઉત્તર પ્રદેશના રોઝા ડેપોની 9 વર્ષની 250 લોકોમોટિવની કામગીરી કરતાં બમણી સિદ્ધિ હાંસલ કરી છે.
24 કલાક પ્રોમ્પ્ટ રિસ્પોન્સ ટીમ પણ તૈનાત
30 એકરમાં ફેલાયેલો અને દેશના પ્રથમ PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ બનેલો આ ડેપો એકસાથે 250થી વધુ હાઇ-હોર્સપાવરના WDG-4G અને WDG-6G ફ્રેઇટ લોકોમોટિવનું સર્વિસિંગ અને ઓવરહોલિંગ કરી શકે છે. તેની અદ્યતન મોડ્યુલર મેઇન્ટેનન્સ ટેક્નોલોજી ખામીયુક્ત ભાગને તરત બદલીને સમારકામની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જ્યારે 24 કલાક તૈનાત પ્રોમ્પ્ટ રિસ્પોન્સ ટીમ કોઈપણ સ્થળે ખરાબ થયેલા લોકોમોટિવની સમસ્યા 24 કલાકમાં ઉકેલીને ફ્રેઇટ મૂવમેન્ટમાં નોંધપાત્ર વધારો કરે છે. આ ઉપરાંત, સંપૂર્ણ ડિજિટલ કાર્યપદ્ધતિ અને નિયમિત સેફ્ટી ડ્રિલ્સને કારણે આ ડેપો સેફ્ટીના મામલે પણ દેશમાં અવ્વલ છે. ગાંધીધામની આ સફળતા હવે દેશના અન્ય રેલવે શેડ્સ માટે નવો રોડમૅપ તૈયાર કરી રહી છે, જે ભારતીય રેલવેની ઓપરેશનલ એક્સલન્સ અને ટેક્નોલોજીકલ પ્રગતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો : Kutch : SIRની પ્રથમ ડ્રાફ્ટ યાદીમાંથી 95 હજાર મતદારોના નામ થશે કમી, 75% સુધારણા કામગીરી પૂર્ણ