Kutch : રાપરનું વ્રજવાણી ગામ અતિપ્રાચીન અને ઐતિહાસિક, આહિરાણીઓના બલિદાન સાથે જોડાયેલો ઇતિહાસ
અહીં, 140 આહીરાણીઓના બલિદાન સાથે જોડાયેલો ઇતિહાસ છે. ભૂતકાળમાં આહીરોનો વસવાટ હોવાથી વ્રજવાણી નામ પડ્યું.
Advertisement
કચ્છના રાપરનું વ્રજવાણી ગામ અતિપ્રાચીન અને ઐતિહાસિક છે. અહીં, 140 આહીરાણીઓના બલિદાન સાથે જોડાયેલો ઇતિહાસ છે. ભૂતકાળમાં આહીરોનો વસવાટ હોવાથી વ્રજવાણી નામ પડ્યું. લોકવાયકા મુજબ, અહીં અખાત્રીજના મેળામાં બોલાચાલી થતા ઢોલીનું મૃત્યું થયું હતું. મૃત્યુ બાદ પણ ઢોલીના હાથ ઢોલ વગાડતા રહ્યાં. કૃષ્ણભક્તિના નાદમાં 140 આહિરાણીઓએ પ્રાણ ત્યાગ્યા હતા. વ્રજવાણીમાં આહીરાણીઓ અને ઢોલીના પાળિયા આજેય મોજૂદ છે. આ ઘટના બાદ આહીર સમાજે 500 વર્ષ સુધી પાણી ન પીધું હોવાનું પણ કહેવાય છે........જુઓ અહેવાલ.....

