ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar માં લાડુ સ્પર્ધા, 11 મહિલા-18 બાળકો-30 પુરુષોએ લીધો ભાગ

Laddu Eating Competition in Jamnagar : જામનગર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા સતત 17મા વર્ષે અનોખી લાડું આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગર ઉપરાંત ખંભાળિયા, પોરબંદર અને રાજકોટમાંથી કુલ 59 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
09:34 AM Aug 28, 2025 IST | Hardik Shah
Laddu Eating Competition in Jamnagar : જામનગર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા સતત 17મા વર્ષે અનોખી લાડું આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગર ઉપરાંત ખંભાળિયા, પોરબંદર અને રાજકોટમાંથી કુલ 59 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

Laddu Eating Competition in Jamnagar : જામનગર શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા સતત 17મા વર્ષે અનોખી લાડું આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગર ઉપરાંત ખંભાળિયા, પોરબંદર અને રાજકોટમાંથી કુલ 59 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. બાળકો, મહિલાઓ અને પુરુષો એમ ત્રણ વિભાગોમાં યોજાયેલી આ સ્પર્ધામાં દરેકને ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘી વડે બનેલા 100 ગ્રામ વજનના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી અને 15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.

બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચાએ ચાર લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા ત્રણ લાડુ સાથે બીજા સ્થાને અને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા. મહિલાઓના વિભાગમાં પદ્મિનીબેન ગજેરાએ સાત લાડુ આરોગીને વિજેતા બન્યા, પ્રેમિલાબહેન વોરા સાડા છ લાડુ સાથે બીજા અને જાગૃતીબહેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા. પુરુષોના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણાએ નવ લાડુ ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો, જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડ આઠ લાડુ સાથે બીજા સ્થાને અને શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ છ લાડુ સાથે ત્રીજા સ્થાને રહ્યા. સ્પર્ધાના અંતે તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દવે અને તેમની ટીમે આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો :   Jamnagar માં યોજાઈ અનોખી લાડું આરોગવાની સ્પર્ધા, જાણો કોણે બાજી મારી

Tags :
100 Gram Laddu Challenge17th Year Celebration59 Participants CompetitionBrahm Social Groupganesh chaturthi 2025Gujarat Cultural EventsGujarat FirstHardik ShahJamnagarJamnagar Laddu Eating CompetitionJamnagar NewsMen Women Kids Contest WinnersModak Eating ContestTraditional Sweets Gujarat
Next Article