Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાળ ખેંચીને રસ્તા પર યુવતી સાથે મારામારી, વિડીયો વાયરલ

મધ્યપ્રદેશમાં એક યુવતીને નિર્દયતાથી મારવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિત યુવતી લોકોને મદદ માટે આજીજી કરી રહી હતી પરંતુ કોઈએ તેની મદદ કરી ન હતી. ગંભીર બાબત એ છે કે માત્ર 4 છોકરીઓએ જ તેને એકસાથે ભેગ મળીને માર માર્યો છે. યુવતીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે 4 છોકરીઓએ આ છોકરીને ઘેરી લીધી છે અન
વાળ ખેંચીને રસ્તા પર યુવતી સાથે મારામારી  વિડીયો વાયરલ
Advertisement
મધ્યપ્રદેશમાં એક યુવતીને નિર્દયતાથી મારવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિત યુવતી લોકોને મદદ માટે આજીજી કરી રહી હતી પરંતુ કોઈએ તેની મદદ કરી ન હતી. ગંભીર બાબત એ છે કે માત્ર 4 છોકરીઓએ જ તેને એકસાથે ભેગ મળીને માર માર્યો છે. યુવતીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે 4 છોકરીઓએ આ છોકરીને ઘેરી લીધી છે અને તેને મારપીટ કરી રહી છે. એક છોકરીના હાથમાં એક લાકડી પણ છે જેનાથી તે છોકરીને પીટાઈ  કરી રહી છે. વિડીયોમાં જોવા મળે છે કે આ પીડિતા ચીસો પાડી રહી છે અને રડી રહી છે પરંતુ તેની વાત કોઈ સાંભળતું નથી. આજુબાજુ કેટલાક લોકો પણ એકઠા થયા છે પરંતુ તેઓ તેની મદદ કરતા નથી. યુવતીના વાળ ખેંચીને તેને ધક્કો મારીને રોડ પર ફેંકી દેવામાં આવે છે. પણ તેના પર કોઈ દયા કરતું નથી. કોઈક રીતે તે ઉઠીને ચાર છોકરીઓથી બચવા માટે એક ઘર તરફ દોડે છે. પીડિત યુવતીને  લાતો, થપ્પડ અને મુક્કાથી પણ મારવામાં આવે છે. 
મળતી માહિતી મુજબ જે યુવતી સાથે મારપીટ કરવામાં આવી છે તે પિત્ઝા ડિલિવરી પર્સન તરીકે કામ કરે છે. ચારેય યુવતીઓએ આરોપ લગાવ્યો હતો કે પીડિતા તેમની સામે જોઈ રહી હતી અને પછી ઝઘડો થયો હતો. તેને માર માર્યો હતો. જ્યારે પીડિતા આ છોકરીઓને કહે છે કે તે પોલીસમાં ફરિયાદ કરશે, ત્યારે ચાર આ યુવતીઓએ તેને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવાનું કહે છે અને તેની સાથે બેહરહેમીથી મારે છે.
જોકે હવે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી ડોમિનોઝ કંપનીની કર્મચારી છે. તેને માર મારનાર ચાર યુવતીઓ સ્થાનિક ગેંગની સભ્યો હોવાનું કહેવાય છે. આ વિડીયો આરોપીઓએ જ શેર કર્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×