Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પેપરલીક બાદ પરીક્ષા રદ થતા લાખ્ખો વિદ્યાર્થીઓ રઝળ્યા, વિદ્યાર્થીઓમાં એક તરફ રોષ બીજી તરફ નિરાશા

પંચાયત સેવા  પસંદગી સેવા મંડળનું પેપર લીકની ઘટનાએ લાખ્ખો વિદ્યાર્થીઓને નિરાશ કર્યા છે. આ ઘટનાથી સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ રઝળી પડ્યાં છે.કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો છે. તમામ એસટી ડેપોમાં પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી. અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટોપ પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી. એસટી બસમાં પ્રવાસ કરતા  પરીક્ષાર્થીઓએ  પરત જવા માટે એસટીની ટિકિટ નહિ લેવà
પેપરલીક બાદ પરીક્ષા રદ થતા લાખ્ખો વિદ્યાર્થીઓ રઝળ્યા  વિદ્યાર્થીઓમાં એક તરફ રોષ બીજી તરફ નિરાશા
Advertisement
પંચાયત સેવા  પસંદગી સેવા મંડળનું પેપર લીકની ઘટનાએ લાખ્ખો વિદ્યાર્થીઓને નિરાશ કર્યા છે. આ ઘટનાથી સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ રઝળી પડ્યાં છે.કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો છે. 
તમામ એસટી ડેપોમાં પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી. અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટોપ પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી. એસટી બસમાં પ્રવાસ કરતા  પરીક્ષાર્થીઓએ  પરત જવા માટે એસટીની ટિકિટ નહિ લેવી પડે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને પરત જવા માટે એસટીમાં નિશુલ્ક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. 
પરીક્ષાર્થીઓને રાહત આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળે તેમને એસટીમાં ઘરે પરત ફરવા માટે નિશુલ્ક પ્રવાસ આપવાની જાહેરાત કરી હતી.આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મોટા દાવો કર્યો છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, પેપર લીક કરતા એજન્ટ મામલે તંત્રનું પહેલાથી જ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર કોઇ પગલા ન લેવાતા આખરે 9 લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×