ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ કલાકાર વિશે લતાજીએ કહ્યું હતું કે 'નહી કરું હું તેમની સાથે કામ'

દુર્રાની સાથે કામ ન કરવાનો લતા દીદીનો નિર્ણયસૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનાં જીવનની એક એવી ઘટના જેનાં વિશે કદાચ જ  કોઈને જાણકારી હશે. વર્ષ 1940ના દાયકામાં સંગીતની દુનિયામાં જી.એમ.દુર્રાનીની બોલબાલા હતી. આ સમયગાળામાં જ્યારે કોઈ નવા મ્યુઝિક ડિરેક્ટર તેમની પાસે પહોંચતા ત્યારે દુર્રાની તેમને કહેતા કે, ‘જો તમે દુર્રાનીને  ગવડાવવા માંગતા હોવ, તો સારી ધૂન બનાવતા શીખો.' એક વખતની વાત હતી, લતàª
08:39 AM Feb 06, 2022 IST | Vipul Pandya
દુર્રાની સાથે કામ ન કરવાનો લતા દીદીનો નિર્ણયસૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનાં જીવનની એક એવી ઘટના જેનાં વિશે કદાચ જ  કોઈને જાણકારી હશે. વર્ષ 1940ના દાયકામાં સંગીતની દુનિયામાં જી.એમ.દુર્રાનીની બોલબાલા હતી. આ સમયગાળામાં જ્યારે કોઈ નવા મ્યુઝિક ડિરેક્ટર તેમની પાસે પહોંચતા ત્યારે દુર્રાની તેમને કહેતા કે, ‘જો તમે દુર્રાનીને  ગવડાવવા માંગતા હોવ, તો સારી ધૂન બનાવતા શીખો.' એક વખતની વાત હતી, લતàª
દુર્રાની સાથે કામ ન કરવાનો લતા દીદીનો નિર્ણય
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનાં જીવનની એક એવી ઘટના જેનાં વિશે કદાચ જ  કોઈને જાણકારી હશે. વર્ષ 1940ના દાયકામાં સંગીતની દુનિયામાં જી.એમ.દુર્રાનીની બોલબાલા હતી. આ સમયગાળામાં જ્યારે કોઈ નવા મ્યુઝિક ડિરેક્ટર તેમની પાસે પહોંચતા ત્યારે દુર્રાની તેમને કહેતા કે, ‘જો તમે દુર્રાનીને  ગવડાવવા માંગતા હોવ, તો સારી ધૂન બનાવતા શીખો." એક વખતની વાત હતી, લતા દીદી, નૌસાદ સાહબ અને દુર્રાની એક ગીતનું રેકોર્ડિંગ કરતા હતા. પણ દુર્રાનીનો વ્યવહાર શાંત સ્વાભાવના લતા દીદી જોડે કંઈક વિચિત્ર જ હતો જેના સાક્ષી હતા નૌશાદ સાહેબ. તેમણે આ ઘટના વિશે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન જણાવતા કહ્યુ હતું કે, ‘તે સમયમાં ફક્ત બે જ માઈક હતા.એક સંગીતકાર માટે અને બીજું ગાયકો માટે. એક માઈકની સામે દુર્રાની અને લતા દીદી આમ-સામે ઊભા રહ્યા હતા. જેમ દુર્રાની લાઇન પૂરી થાય એટલે એ મશ્કરી કરવાનું ચાલુ કરતા, મેં તેમને પાછળથી કહું કે શાંતિથી ઉભા રહો. મારા કામમાં ખલેલ ન પહોંચાડો. આ સમય દરમ્યાન લતા દીદી નવા હતાં. આ બનાવથી લતા દીદીનો આત્મવિશ્વાસ ડગમગ્યો હતો’. 
 આ ઘટનામાં હંમેશા શાંત સ્વભાવના દેખાતા લતા દીદી દુર્રાનીના વ્યવહાર તેમજ હરકતોથી ગભરાવાના બદલે ગુસ્સે થઈ ગયા હતાં. લતાજી સાથેના અન્ય એક રેકોર્ડિંગ દરમિયાન દુર્રાનીએ જૂનો વ્યવહાર જ ચાલુ રાખ્યો હતો. દુર્રાનીએ લખનવી ઉર્દૂમાં કહ્યું કે, ‘લતા, તું કેમ રંગીન કપડા નથી પહેરતી? કેમ તું આ સફેદ ચાદર પેહરીને આવી જાય છે?’ લતા દીદીને આ વાત ખટકી ગઇ, તેમને આ વાત ખટકી ગઇ અને તેમણે ફરી ક્યારેય પણ આ કલાકાર સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો. લતાજીએ નક્કી કર્યું કે જ્યારે આ વ્યક્તિ મારા પહેરવેશ કરતાં મારા ગાયન પર વધુ ધ્યાન આપશે  ત્યારે જ હું ફરીથી આ કલાકાર સાથે ગાઇશ’.
લતાજીને સ્વરાંજલિ
વર્ષ 1940થી 2019 સુધી સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીએ 1000થી વધુ ફિલ્મોમાં પોતાના ગીતોથી સંગીતનાં પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યાં છે. તેમણે 36થી વધુ ભારતીય અને વિદેશી ભાષાઓમાં ગીતો ગાયા છે. આજે સ્વરોની દેવી લતા મંગેશકરે દુનિયાને અલવિદા કહ્યું છે. સંગીત જગતની દુનિયામાં તેમનું નામ હમેંશ માટે સુવર્ણ અક્ષરે કોતરાયેલું રહેશે.
 
Tags :
DURRANILATAJIDEATHLataMangeshkar
Next Article