ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતરત્ન લતા મંગેશકરે કોને માન્યા હતા પોતાના ગોડફાધર?

લતાજીના ગીતોએ તેમને અમર કરી દીધા છે અને તેમનો અવાજ જ તેમની સાચી ઓળખ છે. ત્યારે શું તમે જાણો છો કે લોકોના દિલ પર રાજ કરનાર લતા મંગેશકરજીએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો. રિજેક્શનનો કર્યો હતો સામનો  લતા મંગેશકરના ચાહકો માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ છે અને તેમના સુરીલા અવાજથી તેમને લાખો લોકોના દિલ પર રાજ કર્યું છે. લતાજીએ 5
10:27 AM Feb 06, 2022 IST | Vipul Pandya
લતાજીના ગીતોએ તેમને અમર કરી દીધા છે અને તેમનો અવાજ જ તેમની સાચી ઓળખ છે. ત્યારે શું તમે જાણો છો કે લોકોના દિલ પર રાજ કરનાર લતા મંગેશકરજીએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો. રિજેક્શનનો કર્યો હતો સામનો  લતા મંગેશકરના ચાહકો માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ છે અને તેમના સુરીલા અવાજથી તેમને લાખો લોકોના દિલ પર રાજ કર્યું છે. લતાજીએ 5
લતાજીના ગીતોએ તેમને અમર કરી દીધા છે અને તેમનો અવાજ જ તેમની સાચી ઓળખ છે. ત્યારે શું તમે જાણો છો કે લોકોના દિલ પર રાજ કરનાર લતા મંગેશકરજીએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો. 
રિજેક્શનનો કર્યો હતો સામનો  
લતા મંગેશકરના ચાહકો માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ છે અને તેમના સુરીલા અવાજથી તેમને લાખો લોકોના દિલ પર રાજ કર્યું છે. લતાજીએ 5 વર્ષની નાની વયથી જ ગાવાનું ચાલુ શરૂ કર્યું હતું. પ્લેબેક સિંગર તરીકે સફળ થતાં પહેલાં લતા મંગેશકરને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. પાતળા અવાજના કારણે તેઓ રિજેકટ થયા હતા.તે સમયે નૂરજહાં અને શમશાદ બૈગમ જેવા ભારે અવાજવાળા ગાયકોનો દબદબો હતો 
8 ફિલ્મો કરી ચૂક્યા છે એક્ટિંગ 
લતા મંગેશકર સિંગર બનતા પહેલા ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. કહેવાય છે કે તેમના પિતાના નિધન થવાના કારણે પરિવારની સંપૂર્ણ જવાબદારી તેમના પર આવી ગઇ હતી અને ઘરની જવાબદારી ઉઠાવવા માટે તેમને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. અહેવાલો અનુસાર, લતાજીએ 1942થી 1948 સુધી 8 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેની એક પણ ફિલ્મથી લતાજીને સફળતા મળી ન હતી. 
આ રીતે સંગીતની સફર શરૂ
લતા મંગેશકરે એક મરાઠી ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેનું તે ગીત ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. આ ગીતનું નામ હતું 'નાચુ યા ગડે, ખેલુ સારી માની હૌસ ભારી'. આ ગીત સદાશિવરાવ નેવરેકરે 1942માં મરાઠી ફિલ્મ 'કિટ્ટી હસલ' માટે બનાવ્યું હતું.   મ્યૂઝિક ડિરેક્ટર ગુલામ હૈદરે પણ લતા મંગેશકરને ફિલ્મ મજબૂરમાં‘દિલ મેરા તોડા, કહીં કા ના છોડા’ ગીત ગાવાનો મોકો આપ્યો હતો જે ગીત ઘણું લોકપ્રિય થયું હતું. લતા મંગેશકરે એક ઇન્ટરવ્યૂમાં ગુલામ હૈદરને પોતાના ગોડફાધર કહ્યા હતાં. લતા મંગેશકરે હજારો ગીતો ગાયા છે અને તેમના ગીતો દરેક પેઢીના લોકો સાંભળે છે અને સાંભળતા રહેશે.  
Tags :
GULAMHAIDERLATAJIMEMORIESLataMangeshkar
Next Article