જાણો તેની થીમ અને તેનું મહત્ત્વ
દર વર્ષે લગભગ 100 દેશોમાં બાળ મજૂરીના વિરોધમાં વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. સ્ટડી અનુસાર વિશ્વ સ્તર પર 10માંથી એક બાળક મજૂરી કરવા માટે મજબૂર બન્યું છે. વર્ષ 2000 બાદથી બાળમજૂરોની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં 152 મિલિયન બાળકો બાળમજૂરી કરી રહ્યા છે, જેમાં 72 મિલિયન બાળકો જોખમભરી પરિસ્થિતિઓમાં કામ કરે છે.વિશ્વ બાળ મજૂરી નિષેà
Advertisement
દર વર્ષે લગભગ 100 દેશોમાં બાળ મજૂરીના વિરોધમાં વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. સ્ટડી અનુસાર વિશ્વ સ્તર પર 10માંથી એક બાળક મજૂરી કરવા માટે મજબૂર બન્યું છે. વર્ષ 2000 બાદથી બાળમજૂરોની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં 152 મિલિયન બાળકો બાળમજૂરી કરી રહ્યા છે, જેમાં 72 મિલિયન બાળકો જોખમભરી પરિસ્થિતિઓમાં કામ કરે છે.
વિશ્વ બાળ મજૂરી નિષેધ દિવસ 2022 વિશ્વ બાળ મજૂરી પ્રતિબંધ દિવસ 2022 ની થીમ "Universal Social Protection to End Child Labour"છે. આ દિવસે ILO તેના ઘટક અને ભાગીદારો સાથે, નક્કર સામાજિક સુરક્ષા માટે પાયો નાખવા અને બાળકોને બાળ મજૂરીથી બચાવવા માટે, સામાજિક સુરક્ષા પ્રણાલીઓ અને યોજનાઓમાં રોકાણ વધારવા માટે હાકલ કરે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન કે જે શ્રમિકોના વૈશ્વિક સમૂહને નિયંત્રિત કરે છે, તેણે વર્ષ 2002માં બાળ મજૂરીના વિરોધમાં આ વૈશ્વિક દિવસની શરૂઆત કરી. બાળક બાળપણને માણી શકે તે માટે 5થી 17 વર્ષના બાળકોને યોગ્ય શિક્ષા, નૈદાનિક સુવિધાઓ, રમવા માટેનો સમય અને કેટલીક સ્વતંત્રતા આપે છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર બાળ મજૂરીના મુદ્દે જાગૃતતા લાવવા અને તેને નાબૂદ કરવા માટેનું સમાધાન લાવવા માટે 12 જૂનના રોજ બાળ મજૂરીના વિરોધમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં બાળકોને બાળ મજૂરી માટે મજબૂર કરતા નકારાત્મક વિચારોને દૂર કરવા માટે બાળ મજૂરીના વિરોધમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જે લોકો બાળ મજૂરીને નાબૂદ કરવા માટેના પ્રયાસ કરે છે, તેમને પ્રોત્સાહન આપવા માટે પણ આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.


