"છોડે નહીં કોઈ કસર": Rajkot ના અગ્રણી અખબાર 'Khas Khabar' ની ઓફિસે પહોંચ્યું Studio on Wheels
Studio on Wheels Rajkot: સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટમાં જ્યારે પત્રકારત્વની વાત આવે ત્યારે 'ખાસ ખબર' (Khas Khabar) અખબારનું નામ આદર સાથે લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત ફર્સ્ટનો 'સ્ટુડિયો ઓન વ્હિલાસ' (Studio on Wheels) નો કાફલો આ પ્રતિષ્ઠિત અખબારની ઓફિસે પહોંચ્યો હતો. ગુજરાત ફર્સ્ટના એડિટર ડૉ. વિવેક કુમાર ભટ્ટ અને ખાસ ખબરના સારથી પરેશભાઈ ડોડિયા વચ્ચે એક અત્યંત પ્રેરણાદાયી સંવાદ (Dialogue) જામ્યો હતો. આ મુલાકાત દરમિયાન પરેશભાઈએ પોતે શૂન્યમાંથી સર્જન કરવાની સફર વિશે વાત કરી હતી. જે અખબાર એક સમયે નાનકડી કેબિનમાંથી સાપ્તાહિક (Weekly) તરીકે શરૂ થયું હતું, તે આજે ડિજિટલ યુગમાં 1 લાખથી વધુ પરિવારો સુધી પહોંચતું દૈનિક અખબાર બની ગયું છે... હવે આ અખબારે રાજકોટમાં પ્રસિદ્ધિ કેવીરીતે મેળવી તે જાણવા માટે જુઓ આ સંપૂર્ણ અહેવાલ....


