Surat માં લેન્સકાર્ટ કંપની સામે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ
મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન સુરતના યુવાનો સાથે કથિત રીતે થયેલા ધાર્મિક ભેદભાવને પગલે સુરતમાં લેન્સકાર્ટ કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિખા અને તિલક જેવા ધાર્મિક પ્રતીકો દૂર કરવાના દબાણ સામે અવાજ ઉઠાવતા યુવાનોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા હવે આ મામલો કાનૂની લડત અને સામાજિક વિરોધ સુધી પહોંચ્યો છે.
Advertisement
સુરતના ઝીલ સોઘાસિયા સહિત ત્રણ યુવાનો મુંબઈ ખાતે લેન્સકાર્ટ કંપનીમાં ટ્રેનિંગ માટે ગયા હતા. યુવાનોનો આરોપ છે કે ટ્રેનિંગ દરમિયાન મેનેજમેન્ટ દ્વારા તેમને માથા પરથી તિલક હટાવવા અને શિખા (ચોટલી) દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે યુવાનોએ પોતાની આસ્થા સાથે બાંધછોડ કરવાનો ઇન્કાર કર્યો, ત્યારે તેમને કથિત રીતે નોકરીમાંથી રુખસદ આપી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ સુરતમાં હિન્દુ સંગઠનો કાર્યરત થયા છે. સંગઠનોએ લેન્સકાર્ટને 'હિન્દુ વિરોધી' ગણાવી કંપનીના સ્ટોરની બહાર હોળી પ્રગટાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લોકોમાં ખાનગી કંપનીના આવા વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement


