Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રવાસનું સ્થળ નક્કી કરતા પહેલા આપણું ગુજરાત ભ્રમણ કરીએ !

પ્રવાસ, ફરવું, રખડવું વગેરે જેવા શબ્દો આપણા લોકપ્રિય શબ્દો કહેવાય કારણકે લગભગ દરેક માણસને રખડવાનો ફરવાનો કે પ્રવાસ કરવાનો વધતે ઓછે અંશે શોખ હોય જ છે.હવે વેકેશન શરૂ થતા વર્તમાન પત્રોમાં પ્રવાસોની, પર્યટનની, યાત્રાઓની જાતભાતની  જાહેરાતો જોવા મળશે. પરિવારો વેકેશનનો ઉપયોગ કરીને પોતાની કોઈ પણ એક મનગમતી જગાએ પ્રવાસનું આયોજન પણ કરશે. આપણે આ વિચારધારાનું સંપૂર્ણ સ્વાગત કરીએ છીએ. મનોવà
પ્રવાસનું સ્થળ નક્કી કરતા પહેલા આપણું ગુજરાત ભ્રમણ કરીએ
Advertisement
પ્રવાસ, ફરવું, રખડવું વગેરે જેવા શબ્દો આપણા લોકપ્રિય શબ્દો કહેવાય કારણકે લગભગ દરેક માણસને રખડવાનો ફરવાનો કે પ્રવાસ કરવાનો વધતે ઓછે અંશે શોખ હોય જ છે.
હવે વેકેશન શરૂ થતા વર્તમાન પત્રોમાં પ્રવાસોની, પર્યટનની, યાત્રાઓની જાતભાતની  જાહેરાતો જોવા મળશે. પરિવારો વેકેશનનો ઉપયોગ કરીને પોતાની કોઈ પણ એક મનગમતી જગાએ પ્રવાસનું આયોજન પણ કરશે. આપણે આ વિચારધારાનું સંપૂર્ણ સ્વાગત કરીએ છીએ. મનોવિજ્ઞાન પણ કહે છે શરીર વિજ્ઞાન પણ કહે છે કે દરેક માણસને અમુક સમયના અંતરે કોઈને કોઈ એક પ્રકારના વિરામની બ્રેકની જરૂર રહે છે. આવો વિરામ કે બ્રેક વધારે ફળપ્રદ બનાવવો હોય તો એમાં પ્રવાસનો ઉમેરો કરી શકાય.
અહીં સુધી તો વાત સામાન્ય છે - પણ હમણાં હમણાં દેખાદેખીથી દૂરના પ્રવાસે જવાનો, કાશ્મીરના પ્રવાસે જવાનો, યુરોપના પ્રવાસે જવાનું એક પવન ફૂંકાયો છે. એ ખોટો છે એમ તો જરાય નહીં કહેવાય..... પણ પ્રવાસનું સ્થળ નક્કી કરતા પહેલા શું આપણે એવું ન વિચારી શકીએ કે ચાલો પહેલા આપણું ગુજરાત ભ્રમણ  કરીએ. આપણું રાજ્ય પૂરેપૂરું જોઈએ. આપણા રાજ્યના યાત્રાધામોનો પરિચય મેળવીએ. આપણા પંચમહાલ, ડાંગ કે આહવાના પ્રાકૃતિક વૈભવને પહેલા માણીએ. આપણે આપણો ઈડરિયો ગઢ પહેલા ચડીએ કે જૂનાગઢની લીલી પરિક્રમા ન થાય તો કંઈ નહીં પણ છેવટે જૂનાગઢનો ગીરનાર પર્વત તો ચડી એ જ આપણા અંબાજીના દર્શને જઈએ, બહુચરાજી માતાના દર્શને જઈએ, રણુજાના દર્શને જઈએ. આ યાદી તો ઘણી લાંબી થઇ શકે છે પણ ટૂંકમાં કહેવું છે તે એ કે ઘણી વખત એવું બને છે કે આપણી આજુબાજુના ભક્તિ તીર્થો કે સૌંદર્ય તીર્થ જોવાનું ચુકી જઈને આપણે કાશ્મીરના કે સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે નીકળી જઈએ છીએ - એ કંઈ ખોટું નથી પણ શરૂઆત આપણા ઘરથી થાય, આપણા શહેર થી થાય, આપણા પ્રદેશથી થાય અને પછી આપણા દેશથી થાય અને એ બધું જોવાઈ જાય પછી દેશ બહાર દ્રષ્ટિ દોડે તો કદાચ એના વ્યાજબીપણા સામે કોઈ પ્રશ્ન કરવાનું મન ન થાય.
આપણા ગુજરાત પાસે ભારતનો સૌથી મોટો દરિયા કિનારો છે, સોમનાથનું મંદિર છે, હવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આપણા પ્રવાસમાં ઉમેરી શકાય એમ છે.
નવાઈ તો ત્યારે લાગે છે કે જ્યારે કોઈ અમદાવાદીએ અમદાવાદના બધા જ દરવાજાઓ જોયા નથી, માણેકનાથના સ્મરણને લઈને ઉભેલા ત્રણ દરવાજાની વચ્ચે ઊભા રહીને ક્યારે અમદાવાદના ભવ્ય ઇતિહાસ વિશે વિચાર કર્યો નથી. જુલતામિનારા જોયા નથી, નગીનાવાડીના દર્શન કર્યા નથી, અરે હમણાં હમણાં જ આકાર પામેલા આખા રિવરફ્રન્ટ ઉપરથી કદી આટો માર્યો નથી - અને આપણે લન્ડનની થેમ્સ નદીના કિનારે જવાના પ્રવાસના આયોજન કરીએ છીએ - ત્યારે કદાચ તાર્કિક રીતે કોઈક એને ન્યાય ઠેરવી શકે પણ ભાવનાત્મક રીતે આપણે સૌથી પહેલા આપણું સૌંદર્ય , આપણી આસપાસનું સૌંદર્ય, આપણા શહેરના સ્થાપત્યો , આપણા શહેરની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ, આપણા ગુજરાત રાજ્યના જંગલો, મા નર્મદાને બીજી પવિત્ર નદીઓના દર્શન અને એ નદીઓને કિનારે વસેલા અને મંદિરોના દર્શન કરવાનું સૌભાગ્ય ચૂકી જઈને દેખાદેખીથી કોઈ પેકેજ ટુરમાં જેસલમેર જવા નીકળી પડીએ કે પછી યુરોપની ટૂરમાં નીકળી પડીએ ત્યારે એ પ્રવાસ કદાચ દેખાદેખીના કર્મકાંડ લાગે છે. એમાં અગાઉ કહ્યું તેમ પ્રવાસનો ફરવાનું કે રખડવાનું સાચો આનંદ તમે મેળવી શકતા નથી.
Tags :
Advertisement

.

×