તમારા શોખને તમારી યંત્રમય ગતિ પ્રગતિ વાળી જિંદગીનું અલ્પવિરામ બનવા દો
એકવીસમી સદી સુધી પહોંચેલા માણસ પાસે આગળ જવા માટે ખૂબ મોટી પ્રગતિ પડી છે. આ પ્રગતિ સુધી પહોંચવામાં માણસને પોતાને ખૂબ ગતિશીલ થવું પડયું છે અને આ ગતિશીલતાએ તેના જીવનને યંત્રવત બનાવી દીધું છે. આવી યાંત્રિકતાએ તેની પાસેથી ઘણું છીનવી લીધું છે છીનવાઈ ગયેલી વાતો કે વસ્તુઓની યાદી ઘણી લાંબી થઈ શકે છે. આજે આપણે ખોવાયેલી એક જણસની વાત કરીએ અને આ જણસ છે માનવીનો ‘ શોખ’ અને અંગ્રેજીમાં આપણે Hobby કહ
Advertisement
એકવીસમી સદી સુધી પહોંચેલા માણસ પાસે આગળ જવા માટે ખૂબ મોટી પ્રગતિ પડી છે. આ પ્રગતિ સુધી પહોંચવામાં માણસને પોતાને ખૂબ ગતિશીલ થવું પડયું છે અને આ ગતિશીલતાએ તેના જીવનને યંત્રવત બનાવી દીધું છે. આવી યાંત્રિકતાએ તેની પાસેથી ઘણું છીનવી લીધું છે છીનવાઈ ગયેલી વાતો કે વસ્તુઓની યાદી ઘણી લાંબી થઈ શકે છે. આજે આપણે ખોવાયેલી એક જણસની વાત કરીએ અને આ જણસ છે માનવીનો ‘ શોખ’ અને અંગ્રેજીમાં આપણે Hobby કહીએ છીએ.
જીવનને યંત્ર બનાવતું અટકાવવા માટે દરેક માણસે પોતાને ગમતો અને ફાવતો કોઈ એક શોખ જીવતો રાખવો જોઈએ. આ શોખ તમારા ગતિમય જીવનમાં એક વિરામ બની શકે, એક વિસામો બની શકે. નીરસ જિંદગીમાં ઉમંગનો રંગ બની શકે કે નીરસ જીવનનો ઇતિહાસ બની શકે અને એ રીતે તમારા જીવનની સમરસતા સામે ઊભા થયેલા પડકારોનો જવાબ બની શકે.
પ્રકૃતિની રચના પ્રમાણે દરેક માણસને પોતાના જીન્સમાં, વારસા કે વાતાવરણના સહયોગથી કોઈને કોઈ શોખ મળેલો જ હોય છે.
એ શોખ સંગીતનો હોઈ શકે, એ શોખ સારી રસોઈ બનાવવાનો હોઈ શકે, એ શોખ પ્રવાસનો હોઈ શકે, એ શોખ મિત્રો સાથે સમય વિતાવવાનો હોઈ શકે, શોખ પશુ-પંખી કે પ્રાણીઓ સાથે કે પછી પ્રકૃતિ સાથે જીવવાનું હોઈ શકે છે. વળી એ શોખ જરૂરિયાતમંદોને મદદ કરવાનો પણ હોઈ શકે કે પછી ગમે તે બીજો કોઈ શોખ પણ હોઈ શકે.
સવાલ માત્ર એટલો જ છે કે આપણા આવા કોઈ એક કે બે શોખને તમારી યંત્રમય ગતિ પ્રગતિ વાળી જિંદગીનું અલ્પવિરામ બનવા દો. એ શોખનું જતન કરો, શોખનું સંવર્ધન કરો અને એ રીતે તમારા એકધારા અને કંટાળાજનક બનતા જતા જીવનને નવી આશા અને ઉમંગનો પ્રાણવાયુ આપતા રહો.


