Ahmedabad Cyber Crime Case : LIC પોલિસીના નામે અમદાવાદમાં વૃદ્ધા સાથે લાખોની છેતરપિંડી
Ahmedabad Cyber Crime Case : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સાયબર ઠગાઈનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધાને પોતાની જાળમાં ફસાવી અંદાજે 48 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ઠગબાજોએ વૃદ્ધાને વિશ્વાસમાં લીધા હતા કે તેમની જૂની LIC પોલિસી પેટે 1.48 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. આ ટોળકીએ પોતાને NPCI ના અધિકારી તરીકે ઓળખાવી, નકલી દસ્તાવેજો અને ઈમેલ દ્વારા વૃદ્ધાનો ભરોસો જીત્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરતા હોવાથી તેમની પાસે ડેટા હતો અને તેઓ નકલી સીમકાર્ડનો ઉપયોગ કરીને આ ખેલ રચતા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સુમિત કોલી અને આશુ અગ્રવાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જુઓ અહેવાલનો વીડિયો.


