ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શર્માજી કી નમકીનની જેમ નીતૂ કપૂર કરિયરમાં આગળ વધશે

નીતુ કપૂર આ દિવસોમાં ડાન્સ દીવાને જુનિયરમાં જજ તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય નીતુ જલ્દી જ ફિલ્મ જુગ જુગ જિયોમાં પણ જોવા મળશે. ડાન્સ દીવાને જુનિયર્સમાં જજ તરીકે તેની બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. નીતુ પોતાને ઇમોશનલ જજ માને છે, તેણે આ શોને મંજૂરી આપી દીધી છે. નીતુ કપૂરે તેના પરિવારની શ્રેષ્ઠ ડાન્સર અંગે પણ વાત કરી છે.મિડિયા સાથેની વાતચીત દરમિયાન નીતુએ જણાવ્યું કે, તે પહેલીવાર à
10:02 AM Apr 09, 2022 IST | Vipul Pandya
નીતુ કપૂર આ દિવસોમાં ડાન્સ દીવાને જુનિયરમાં જજ તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય નીતુ જલ્દી જ ફિલ્મ જુગ જુગ જિયોમાં પણ જોવા મળશે. ડાન્સ દીવાને જુનિયર્સમાં જજ તરીકે તેની બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. નીતુ પોતાને ઇમોશનલ જજ માને છે, તેણે આ શોને મંજૂરી આપી દીધી છે. નીતુ કપૂરે તેના પરિવારની શ્રેષ્ઠ ડાન્સર અંગે પણ વાત કરી છે.મિડિયા સાથેની વાતચીત દરમિયાન નીતુએ જણાવ્યું કે, તે પહેલીવાર à
નીતુ કપૂર આ દિવસોમાં ડાન્સ દીવાને જુનિયરમાં જજ તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય નીતુ જલ્દી જ ફિલ્મ જુગ જુગ જિયોમાં પણ જોવા મળશે. ડાન્સ દીવાને જુનિયર્સમાં જજ તરીકે તેની બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. નીતુ પોતાને ઇમોશનલ જજ માને છે, તેણે આ શોને મંજૂરી આપી દીધી છે. નીતુ કપૂરે તેના પરિવારની શ્રેષ્ઠ ડાન્સર અંગે પણ વાત કરી છે.
મિડિયા સાથેની વાતચીત દરમિયાન નીતુએ જણાવ્યું કે, તે પહેલીવાર કોઈ રિયાલિટી શો હોસ્ટ કરી રહી છે. ઋષિજીના ગયા પછી જ્યારે ફિલ્મ જુગ જુગ જિયોની ઓફર આવી ત્યારે હું ખૂબ જ ડરી ગઇ હતી. હું માનસિક રીતે તૈયાર ન હતી, વિચારતી હતી કે હવે અભિનય કેવી રીતે શક્ય બનશે, પછી મેં તેને એક પડકાર તરીકે લીધો અને મારી જાતને દબાણ કર્યું કે ચાલો આ કરીએ જ. શૂટિંગના પહેલા દિવસે મારી હાલત ખરાબ હતી. પણ હવે બધું ઓકે થઇ ગયું


બાળકો સ્ટ્રેસબુસ્ટર છે તેમને જોઈને તમે તમારા દુ:ખ ભૂલી જાઓ છો
નીતુ તેના આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પોતાની ઉત્તેજના શેર કરતાં નીતુ કહે છે, 'તમે કલ્પના પણ નહીં કરી શકો કે હું કેટલી ઉત્સાહિત છું. આ એક તો બાળકોનો શો છે, અને મને બાળકો માટે વધુ પ્રેમ છે. મેં ઈન્ડિયન આઈડલના બે એપિસોડ કર્યા, મારી જાતને વ્યસ્ત રાખીને હું મારા દુઃખને દૂર કરી રહ્યી છું. બાળકો સ્ટ્રેસબુસ્ટર છે તેમને જોઈને તમે તમારા દુ:ખ ભૂલી જાઓ છો. તેમની પ્રતિભા જોઈને મને રોજ આશ્ચય થાય છે. આ બાળકો વિચિત્ર નામો સાથે ડાન્સ કરે છે, પોપિંગ, જોગિંગ, ફ્રી સ્ટાઇલ જેવા નામો શું છે, હું હવે તેમની પાસેથી શીખી રહ્યી છું. અમારા જમાનામાં ઠુમકે વાગતા. હું ભરત નાટ્યમ નૃત્યાંગના હતી જો કે હું હવે  આ નવા બાળકો પાસેથી શીખી રહ્યી છું. તેની જજિંગ સ્કીલ અંગે નીતુએ કહ્યું, "હું ખૂબ જ લાગણીશીલ જજ છું. હું બાળકોની ટીકા કરી શકતી નથી. મને તેમનું પરફોર્મન્સ જોવાની મજા આવે છે. હું ભલે મોટી થઈ ગયી, પણ હૃદય તો બાળકનું છે. હું  પરફોમન્સનો આનંદ માણવા માંગુ છું, હું તેમની સાથે બાળક બનવા માંગુ છું.
રણબીર કપૂર કપૂર ફેમિલીનો શ્રેષ્ઠ ડાન્સર છે
કોણ છે કપૂર ખાનદાનના શ્રેષ્ઠ ડાન્સર આ પ્રશ્ન પર, નીતુ કહે છે, 'મારો પુત્ર (રણબીર કપૂર)' ઋષિજી એક સારા કલાકાર હતા. જો તમે શમ્મી કપૂરને જુઓ તો તે અજીબ ડાન્સ કરતા હતા, તેમનું ફૂટવર્ક ખરાબ હતું,પણ હાથની મૂવમેન્ટ આકર્ષક હતી. મારા પુત્ર રણબીર પાસે સ્ટાઇલ, સ્વેગ અને મૂવમેન્ટ બધું જ છે. મારો પુત્ર જ કપિલ ફેમિલીમાં શ્રેષ્ઠ ડાન્સર છે. 
Tags :
GujaratFirstNitukapoorRanbeerkapoorRishiKapoor
Next Article