ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે સગીરાને જાહેરમાં રહેંસી નાખી

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલા હત્યાકાંડ હજુ ભુલાયું નથી ત્યાં ખેડામાં તે ઘટનાનું પુનરાવર્તન થયું છે. ખેડા જિલ્લાના ખાત્રજ ગામે એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. જોકે સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી ખેડા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.ઘટનાની વાત કરીએ તો સાંજના સાત વાગ્યાની આસપાસ  આ ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર àª
09:18 AM Aug 18, 2022 IST | Vipul Pandya
સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલા હત્યાકાંડ હજુ ભુલાયું નથી ત્યાં ખેડામાં તે ઘટનાનું પુનરાવર્તન થયું છે. ખેડા જિલ્લાના ખાત્રજ ગામે એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. જોકે સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી ખેડા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.ઘટનાની વાત કરીએ તો સાંજના સાત વાગ્યાની આસપાસ  આ ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર àª
સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલા હત્યાકાંડ હજુ ભુલાયું નથી ત્યાં ખેડામાં તે ઘટનાનું પુનરાવર્તન થયું છે. ખેડા જિલ્લાના ખાત્રજ ગામે એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. જોકે સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી ખેડા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીને ઝડપી હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.
ઘટનાની વાત કરીએ તો સાંજના સાત વાગ્યાની આસપાસ  આ ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામે ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષીય દીકરી સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી. 
  
દર્શન  કરીને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. તે જ સમયે  રાજુ નામના 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતાની  પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું. હાથ પર પણ બે ઘા મારતા દુકાનની પાસે લોહીના ફુંવારા ઉડ્યા હતા. 
જોકે અચાનક બનેલી ઘટનાને કારણે  સ્થાનિક લોકો એકઠા થયા હતા. કૃપાને 108 મારફતે સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું.
જોકે માતર પોલીસે ફરિયાદના આધારે રાજુ નામના શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ શખ્સે કયા કારણસર હત્યા કરી છે એ અકબંધ છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી બાજુ હત્યારા શખ્સને જાહેરમાં સજા થાય એવી ગ્રામજનોએ માગ કરી છે.
આ  પણ  વાંચો:બિહારમાં કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી ઘટના, વિદ્યાર્થિની પર ખુલ્લેઆમ ફાયરિંગ
Tags :
GujaratFirstKhedaMurderpolice
Next Article