માધુરી દીક્ષિત 'માજા મા'માં લેસ્બિયન મહિલાની ભૂમિકા ભજવશે!
ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની આગામી ફિલ્મની જાહેરાત Amazon Prime Videoની 5મી બર્થ ડે પર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું નામ 'માજા મા' છે. આ એમેઝોન ઓરિજિનલ ફિલ્મને આનંદ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે માધુરી આ ફિલ્મમાં 'બધાઈ હો' ફેમ ગજરાજ રાવ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ કોમેડી અને ફેમિલી ડ્રામા હશે. માધુરી આ ફિલ્મમાં ગજરાજની પત્ની અને માતાની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મમાં સમલૈંગિàª
Advertisement
ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની આગામી ફિલ્મની જાહેરાત Amazon Prime Videoની 5મી બર્થ ડે પર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું નામ 'માજા મા' છે. આ એમેઝોન ઓરિજિનલ ફિલ્મને આનંદ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે માધુરી આ ફિલ્મમાં 'બધાઈ હો' ફેમ ગજરાજ રાવ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ કોમેડી અને ફેમિલી ડ્રામા હશે. માધુરી આ ફિલ્મમાં ગજરાજની પત્ની અને માતાની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મમાં સમલૈંગિક પાત્ર ભજવશે
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ માધુરી દીક્ષિત સમલૈંગિક પાત્ર ભજવશે. સૂત્રોના મતે આ ફિલ્માં માધુરી ગજરાજ રાવની પત્ની બનશે, અને જ્યારે તેના પુત્રના લગ્ન માટે તૈયાર થઈ રહી છે, ત્યારે તેનું પોતાનો જાતીય વલણ, સંઘર્ષ, તેને ઘેરી વળે છે જે આ ફિલ્મના પાયામા છે. 'માજા મા'માં માધુરી દીક્ષિતના પાત્રને સંવેદનશીલતાથી નિભાવવામાં આવ્યું છે.
'માજા મા'માં આ સહકલાકારો જોવા મળશે
માધુરી દીક્ષિત અને ગજરાજ રાવ ઉપરાંત, 'માજા મા'માં રિત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, મલ્હાર ઠાકર, શીબા ચઢ્ઢા, રજિત કપૂર અને સિમોન સિંહ પણ છે. તેનું દિગ્દર્શન આનંદ તિવારી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે અગાઉ 'લવ પર સ્ક્વેર ફૂટ' અને લોકપ્રિય વેબ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ' સાથે જ ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.
માધુરી દીક્ષિતનું ડિજિટલ ડેબ્યૂ
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો માધુરી દીક્ષિત છેલ્લે નેટફ્લિક્સની ધ ફેમ ગેમમાં જોવા મળી હતી. આમાં તેણે લોકપ્રિય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. હાલમાં જ તેનો બીજો મ્યુઝિક વિડિયો 'તુ હૈ મેરા ભી' લૉન્ચ થયો હતો. તે તેના 55માં જન્મદિવસે લોન્ચ કરાયો હતો અને તેના તમામ ચાહકો માટે જન્મદિવસની ટ્રીટ હતી. ફેન્સને આ વીડિયો બહુ ગમ્યો હતો.


