Mahakumbh માં હરિવંશ ગિરિ બાબાની જોવા મળી અનોખી તપસ્યા
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તિ અને આસ્થાની સાથે ઋષિ-મુનિઓની પ્રેરણાદાયી કથાઓ પણ ચર્ચામાં છે. ત્યારે દિગંબર હરિવંશ ગિરી બાબાને લઇને સમાચાર છે કે તેમણે સતત 5 વર્ષથી પોતાનો હાથ ઉંચો રાખ્યો છે અને કુલ 12 વર્ષ સુધી આ અનોખી તપસ્યા ચાલુ રાખવાનું વચન આપ્યું છે.
Advertisement
Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તિ અને આસ્થાની સાથે ઋષિ-મુનિઓની પ્રેરણાદાયી કથાઓ પણ ચર્ચામાં છે. ત્યારે દિગંબર હરિવંશ ગિરી બાબાને લઇને સમાચાર છે કે તેમણે સતત 5 વર્ષથી પોતાનો હાથ ઉંચો રાખ્યો છે અને કુલ 12 વર્ષ સુધી આ અનોખી તપસ્યા ચાલુ રાખવાનું વચન આપ્યું છે. હરિવંશ ગિરી બાબાએ જણાવ્યું કે, તેમની આ સાધનાનો હેતુ રાષ્ટ્રના વિકાસ અને સનાતન ધર્મના પ્રસાર સાથે જોડાયેલો છે. તેમનું માનવું છે કે, રાષ્ટ્ર પ્રગતિના માર્ગ પર આગળ વધે, નેતાઓ અને અધિકારીઓ વધુ સમજદાર અને સક્ષમ બને. સનાતન ધર્મના અખંડિત અને અનંત સ્વરૂપને જાળવવાની આશાથી તેમણે આ તપસ્યા શરૂ કરી હતી.
Advertisement


