Mahashivratri 2025 : Surat ના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતાર
સુરતમાં મહાશિવરાત્રિના પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી વહેલી સવારથી શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી સુરતના કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ મંદિર માં ભક્તોની ભારે ભીડ સુરતમાં મહાશિવરાત્રિના પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી થઇ રહી છે. જેમાં વહેલી સવારથી શહેરના શિવાલયોમાં ભક્તોની...
09:07 AM Feb 26, 2025 IST
|
SANJAY
- સુરતમાં મહાશિવરાત્રિના પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી
- વહેલી સવારથી શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી
- સુરતના કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ મંદિર માં ભક્તોની ભારે ભીડ
સુરતમાં મહાશિવરાત્રિના પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી થઇ રહી છે. જેમાં વહેલી સવારથી શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. સુરતના કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. સમગ્ર ભારતમાં એકમાત્ર સુરતના કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં પંચવક્ર પૂજાનું મહત્વ છે. અલગ અલગ જિલ્લાઓમાંથી ભક્તો આ પૂજા કરવા શિવાલય ખાતે આવી રહ્યા છે. મંદિરમાં દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર અને જળાભિષેક અને દૂધનું અભિષેક કરાય છે. મંદિરમાં આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતાં ભગવાનને દૂધનો મોટો અભિષેક અર્પણ કરવામાં આવે છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મંદિરમાં પંચવક્ર પૂજા યોજાઈ રહી છે.
Next Article