મહેંદ્ર સિંહ ધોની આજે લેશે મોટો નિર્ણય, સોશિયલ મીડિયામાં કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ(Indian cricket)ના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની કેપ્ટનશીપ કરી રહેલા ધોનીએ પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે આવતીકાલે (રવિવારે) બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર આપવા જઈ રહ્યો છે.MS Dhoniએ પોતાના ફેસબુક પ્રોફાઈલ (Facebook profile)પર પો
03:25 PM Sep 24, 2022 IST
|
Vipul Pandya
ભારતીય ક્રિકેટ(Indian cricket)ના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની કેપ્ટનશીપ કરી રહેલા ધોનીએ પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે આવતીકાલે (રવિવારે) બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર આપવા જઈ રહ્યો છે.
MS Dhoniએ પોતાના ફેસબુક પ્રોફાઈલ (Facebook profile)પર પોસ્ટ કરીને લાઈવ આવવાની માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે માહી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)પોતાના ફેન્સ (fences)સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે ધોની તેના ચાહકો સાથે વાત કરશે અને આશા છે કે તે કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે.
MS Dhoniએ સોશિયલ મીડિયા પોસ્ટ(Social media post)માં લખ્યું, "હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે લાઈવ આવીને આ માહિતી આપીશ. આશા છે કે તમે બધા ત્યાં હશો."
Next Article