મહીસાગર નદીમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ! મુદ્દામાલ કર્યો જપ્ત
મહીસાગર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનના મોટા કૌભાંડનો વડોદરા અને પંચમહાલ જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડના સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા 5 હાઇવા ટ્રક, 3 હીટાચી મશીન, બાર્જ હોડીઓ અને ખનનમાં વપરાતો અન્ય મોટો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
Advertisement
- મહીસાગર નદીમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ
- નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા સાધનો કર્યા જપ્ત
- સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું
- વડોદરા, પંચમહાલ જિલ્લાની ફ્લાઇન્ગ સ્કોડનું સંયુક્ત ઓપરેશન
- 5 હાઇવા, 3 હીટાચી મશીન સહિત બાર્જ હોડીઓ અને ખનનમાં વપરાતો સમાન જપ્ત
- ફ્લાઈંગ સ્કવૉડની રેડથી જિલ્લાના ખનન માફિયાઓમાં ફફડાટ
Mahisagar : મહીસાગર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનના મોટા કૌભાંડનો વડોદરા અને પંચમહાલ જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડના સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા 5 હાઇવા ટ્રક, 3 હીટાચી મશીન, બાર્જ હોડીઓ અને ખનનમાં વપરાતો અન્ય મોટો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું
આ રેડ દરમિયાન, સ્થાનિક ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવું સ્પષ્ટ દેખાય છે, જે તેની કામગીરી પર સવાલો ઉભા કરે છે. ફ્લાઇંગ સ્ક્વોડની આ અચાનક કાર્યવાહીને કારણે જિલ્લાના ખનન માફિયાઓમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Advertisement
આ પણ વાંચો : Bharuch : જંબુસર નજીક દરિયામાં બોટ પલટી; ONGC સર્વે કામગીરી દરમિયાન 1નું મોત, એક ગુમ, 50થી વધુને બચાવાયા
Advertisement


