Delhi Airport પર મોટી દુર્ઘટના ટળી, Air India ની Flight માં ટર્બ્યુલન્સ આવતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
દિલ્હી એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના થતી ટળી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સની ઘટના બનતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
Advertisement
દિલ્હી એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના થતી ટળી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સની ઘટના બનતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, પાઇલોટની સુઝબુઝથી એર ઇન્ડિયાની ફ્લાઇટનું સફળ લેન્ડિંગ થયું હતું. ટર્બુલન્સથી વિમાનમાં સવાર કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. માહિતી અનુસાર, થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી Air India ની ફ્લાઇટ AI2379 મંગળવારે ઉડાન દરમિયાન અચાનક તોફાની હવામાનમાં સપડાઈ હતી. એર ઇન્ડિયાએ સમગ્ર ઘટનાને લઈને સત્તાવાર નિવેદન જાહેર કરી મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી છે.......જુઓ અહેવાલ.....

