તામિલનાડુના તંજાવુર મંદિરમાં મોટી દુર્ઘટના, શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 લોકોના મોત
તામિલનાડુના તંજાવુર જિલ્લામાં આજે (બુધવારે) સવારે એક મંદિરમાં રથયાત્રા દરમિયાન 11 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટથી 11 લોકોના મૃત્યુ થયા છે. 15 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે લોકો પાલખી પર ઉભા હતા. પાલજંખી કાલીમેડુના ઉપલા મંદિરમાં હાઇ-ટ્રાન્સમિશન લાઇનને અડી જતા દુર્ઘના ઘટી છે. પાલખીને વળાંક લેતી વખતે ચાલુ વીજ લાઈનના સંપર્કમાં આવતા દુર્ઘટના ઘ
Advertisement
તામિલનાડુના તંજાવુર જિલ્લામાં આજે (બુધવારે) સવારે એક મંદિરમાં રથયાત્રા દરમિયાન 11 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટથી 11 લોકોના મૃત્યુ થયા છે. 15 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે લોકો પાલખી પર ઉભા હતા. પાલજંખી કાલીમેડુના ઉપલા મંદિરમાં હાઇ-ટ્રાન્સમિશન લાઇનને અડી જતા દુર્ઘના ઘટી છે.
પાલખીને વળાંક લેતી વખતે ચાલુ વીજ લાઈનના સંપર્કમાં આવતા દુર્ઘટના ઘટી છે. મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના પોલીસ પોલીસ અધિકારી વી બાલક્રિષ્નને જણાવ્યું હતું કે, અકસ્માતના પગલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.
મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો મંદિરની પાલખી પર ઉભા હતા. મંદિરની પાલખી ફેરવતી વખતે ઓવરહેડ લાઇનના સંપર્કમાં આવવાને કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સામાન્ય રીતે શોભાયાત્રાના માર્ગ પર વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે. પાલખીની ઊંચાઈ આટલી ન હતી કે તે હાઇ-ટ્રાન્સમિશનને અડી શકે. પાલખીની ઓછી ઊંચાઈને કારણે આ વખતે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો ન હતો. પરંતુ એવું લાગે છે કે પાલખીને વધુ શણગારવામાં આવી હતી તેને પરિણામે પાલખીની ઊંચાઈ વધી હતી. જેને પરિણામે પાલખી જીવંત વીજ લાઈનના સંપર્કમાં આવી અને દુર્ઘટના ઘટી હતી.
દર વર્ષે તમિલનાડુમાં આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેતા હોય છે. આ વર્ષે જીવંત વીજ વાયરના સંપર્કમાં શોભાયાત્રાનો રથ આવતા તે સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને જીવલેણ દુર્ઘટના ઘટી હતી.
Deeply pained by the mishap in Thanjavur, Tamil Nadu. My thoughts are with the bereaved families in this hour of grief. I hope those injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 27, 2022
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં બનેલી ઘટના અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. PMO દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે તમિલનાડુના તંજાવુરમાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે, હું આશા રાખું છું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.
Advertisement


