Navsari લાફાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી
Navsari Lafakand: નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના દિવસે થયેલા ચર્ચિત 'લાફાકાંડ' માં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. નવસારી નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠ (Suresh Sheth) વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Advertisement
- Navsari Lafakand માં પોલીસની મોટી કાર્યવાહી
- નવસારી નપાના પૂર્વ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ
- સુરેશ શેઠે (Suresh Sheth) કોંગ્રેસ ઉમેદવારને માર્યા હતા લાફા
- વોર્ડ-13ના ઉમેદવારના સસરા છે સુરેશ શેઠ
- જાતિ વિષયક ટિપ્પણીનો પણ લાગ્યો આરોપ
Navsari Lafakand: નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના દિવસે થયેલા ચર્ચિત 'લાફાકાંડ' માં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. નવસારી નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠ (Suresh Sheth) વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, મતદાનના દિવસે વોર્ડ નંબર 13 ના ઉમેદવાર માધવી શેઠના સસરા અને પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવાર સાથે ઘર્ષણ કર્યું હતું. આ વિવાદ દરમિયાન સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવારને લાફા ઝીંકી દીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


