Navneet Baldhiya Case માં મોટા અપડેટ આરોપી Jayraj Ahirની તબીબી તપાસ કરાઈ
Navneet Baldhia Case: ભાવનગર (Bhavnagar) જિલ્લાના બગદાણા ગામે કોળી યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં SITએ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરી છે.
Advertisement
- બગદાણા કેસ (Bagdana case) માં SIT જયરાજ આહીર (Jayraj Ahir) ને આજે કોર્ટમાં રજૂ કરશે
- જયરાજ આહીર (Jayraj Ahir) ને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે
- SITએ ગઈકાલે જયરાજ આહીરને પુછપરછ માટે બોલાવ્યો હતો
- જયરાજ આહીરની સંડોવણીના પુરાવા મળતા ધરપકડ કરી
- જયરાજ આહીરની ધરપકડ બાદ SITએ રાત્રે મેડિકલ ચેકઅપ કરાવ્યું
Jayraj Ahir arrested Bagdana case: બગદાણા ( Bagdana ) ના પૂર્વ સરપંચ અને કોળી સમાજ (koli samaj) ના અગ્રણી નવનીત બાલધીયા (Navneet Baldhiya) પર હિંસક હુમલો કરવાના કેસમાં SIT દ્વારા જયરાજ આહીર (Jayraj Ahir) ને ગઈકાલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. લાંબી પૂછપરછ અને તપાસ દરમિયાન તેની સંડોવણીના પૂરતા પુરાવા મળી આવતા SIT એ મોડી રાત્રે તેની સત્તાવાર ધરપકડ કરી હતી. ધરપકડ બાદ નિયમ મુજબ જયરાજ આહીરનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું.
Advertisement


