ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બનાવો આ વીકએન્ડને ખાસ, ઓનલાઇન સ્ટ્રીમ થશે આ ફિલ્મો અને વેબસિરીઝ

જેમ જેમ શુક્રવારનો દિવસ નજીક આવે છે તેમ તેમ લોકો તેમના વીકએન્ડ પ્લાન કરવાનું શરૂ કરી દે છે. શાળા, ઑફિસ, કૉલેજ અને ઘરના કામથી થાકી જનારા લોકો માટે  અઠવાડિયાનો અંત આરામ અને મનોરંજનથી ભરેલો હોય. જો તમે પણ તમારા વીકેન્ડનું ધાંસુ પ્લાનીંગ ઇચ્છો છો તો ઓટીટી પર ફિલ્મો અને  સિરિઝ છે. જેને તમે તમારા વોચ લિસ્ટમાં સામેલ કરી શકો છો.બેકડ સિઝન 3લોકપ્રિય ભારતીય કોમેડી વેબ સિરીઝ બેકડની ત્રીજી સીઝન
12:29 PM May 06, 2022 IST | Vipul Pandya
જેમ જેમ શુક્રવારનો દિવસ નજીક આવે છે તેમ તેમ લોકો તેમના વીકએન્ડ પ્લાન કરવાનું શરૂ કરી દે છે. શાળા, ઑફિસ, કૉલેજ અને ઘરના કામથી થાકી જનારા લોકો માટે  અઠવાડિયાનો અંત આરામ અને મનોરંજનથી ભરેલો હોય. જો તમે પણ તમારા વીકેન્ડનું ધાંસુ પ્લાનીંગ ઇચ્છો છો તો ઓટીટી પર ફિલ્મો અને  સિરિઝ છે. જેને તમે તમારા વોચ લિસ્ટમાં સામેલ કરી શકો છો.બેકડ સિઝન 3લોકપ્રિય ભારતીય કોમેડી વેબ સિરીઝ બેકડની ત્રીજી સીઝન
જેમ જેમ શુક્રવારનો દિવસ નજીક આવે છે તેમ તેમ લોકો તેમના વીકએન્ડ પ્લાન કરવાનું શરૂ કરી દે છે. શાળા, ઑફિસ, કૉલેજ અને ઘરના કામથી થાકી જનારા લોકો માટે  અઠવાડિયાનો અંત આરામ અને મનોરંજનથી ભરેલો હોય. જો તમે પણ તમારા વીકેન્ડનું ધાંસુ પ્લાનીંગ ઇચ્છો છો તો ઓટીટી પર ફિલ્મો અને  સિરિઝ છે. જેને તમે તમારા વોચ લિસ્ટમાં સામેલ કરી શકો છો.
બેકડ સિઝન 3
લોકપ્રિય ભારતીય કોમેડી વેબ સિરીઝ બેકડની ત્રીજી સીઝન OTT પર રિલીઝ થઈ છે. તે 2 મેના રોજ Voot પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિરિઝના પ્રથમ બે ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ જ કારણ છે કે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શ્રેણીનો પ્રથમ ભાગ 20 મે, 2015ના રોજ રિલીઝ થયો હતો, જેણે માત્ર થોડા જ એપિસોડમાં જ ભારે લોકપ્રિયતા મેળવી હતી.
ઝુંડ
અમિતાભ બચ્ચન સ્ટારર ઝુંડ ફૂટબોલ કોચ વિજય બરસેના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિજયના રોલમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મનું નિર્દેશન મરાઠી ફિલ્મ 'સૈરાટ' ફેમ નાગરાજ મંજુલેએ કર્યું છે. થિયેટરોમાં દર્શકોનું મનોરંજન કર્યા પછી, આ ફિલ્મ 6 મેના રોજ Zee5 પર રિલીઝ થઈ છે.

થાર
રાજ સિંહ ચૌધરી દ્વારા લિખિત અને દિગ્દર્શિત થાર ફિલ્મમાં અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમાં અનિલ કપૂર એક કોપની ભૂમિકામાં અને હર્ષવર્ધન દાણચોરના રોલમાં છે. આ એક્શન થ્રિલર ફિલ્મ 6 મેથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ ફિલ્મ અનિલ કપૂર અને હર્ષવર્ધન કપૂરે પ્રોડ્યુસ કરી છે.
પેટ પુરાણ
વર્કિંગ કપલની માનસિકતા અને પ્રાથમિકતાઓ વચ્ચેના સંઘર્ષને દર્શાવતી શ્રેણી 'પેટ પુરાણ' આ અઠવાડિયે તમારા માટે હિટ પુરવાર થશે. શ્રેણીની વાર્તા એક એવા કપલ વિશે છે જેને કોઈ સંતાન નથી જોઈતું, પરંતુ તેનો પરિવાર માને છે કે તેણે બાળકો લાવવા જોઈએ. આવી સ્થિતિમાં, તે તેના પરિવાર અને તેની ઇચ્છા કેવી રીતે પૂર્ણ કરે છે તે જાણવા માટે, તમે 6 મેથી સોની લિવ પર આ સિરિઝ જોઈ શકો છો.

હોમ શાંતિ
આ વાર્તા એક મધ્યમ વર્ગીય પરિવારની છે, જે ઘણા વર્ષો સુધી સરકારી મકાનમાં રહ્યા બાદ પોતાનું પહેલું ઘર બનાવીને રહે છે. સુપ્રિયા પાઠક અને મનોજ પાહવા અભિનીત શ્રેણી ડિઝની હોટસ્ટાર પર 6 મેથી ઉપલબ્ધ થશે.

સ્ટોરી ઓન ધ નેક્સ્ટ પેજ
બ્રિન્દા મિત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ત્રણ વાર્તાઓ દર્શાવવામાં આવી છે. તેમાં અભિષેક બેનર્જી, દિતિપ્રિયા રોય, નમિત દાસ, ભૂપેન્દ્ર જાદાવત, વિભા આનંદ, રેણુકા શહાણે, રાજેશ્વરી સચદેવ અને સૈયદ રઝા મુખ્ય ભૂમિકામાં છે. તે 6 મેથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

રાધે શ્યામ
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડે અભિનીત આ ફિલ્મ હવે થિયેટર બાદ OTT પર રિલીઝ થઈ છે. આ ફિલ્મનું હિન્દી વર્ઝન નેટફ્લિક્સ પર 4 મેથી સ્ટ્રીમ કરી શકાશે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં ભાગ્યશ્રી, જગપતિ બાબુ, મુરલી શર્મા, સચિન ખેડેકર, જગપતિ બાબુ અને કૃષ્ણમ રાજુ પણ મુખ્ય ભૂમિકામાં છે.
Tags :
GujaratFirstOTTottmay2022upcomingwebserieswebstreming
Next Article