ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મધુબાલાની ડુપ્લીકેટ સાથે લગ્નથી લઇ, સિક્રેટ લાઇફ જીવતી મમતા કુલકર્ણી, આ સુંદરીઓ પર દિલ હાર્યા ગેંગસ્ટર

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધો ભારે પડ્યા છે. સુકેશની ધરપકડ બાદ હવે જેકલીનની મુશ્કેલીઓ વધી રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની વસૂલાતના મામલામાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. EDએ દાવો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસે પણ પોતાના શોખ પૂરા કરવાના લોભમાં સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ભૂતકાળની અવગણના કરી હતી. આ પહેલીવા
08:16 AM Sep 01, 2022 IST | Vipul Pandya
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધો ભારે પડ્યા છે. સુકેશની ધરપકડ બાદ હવે જેકલીનની મુશ્કેલીઓ વધી રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની વસૂલાતના મામલામાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. EDએ દાવો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસે પણ પોતાના શોખ પૂરા કરવાના લોભમાં સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ભૂતકાળની અવગણના કરી હતી. આ પહેલીવા
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધો ભારે પડ્યા છે. સુકેશની ધરપકડ બાદ હવે જેકલીનની મુશ્કેલીઓ વધી રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખરની 200 કરોડની વસૂલાતના મામલામાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. 
EDએ દાવો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસે પણ પોતાના શોખ પૂરા કરવાના લોભમાં સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ભૂતકાળની અવગણના કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીનું નામ ગેંગસ્ટર સાથે જોડાઈ રહ્યું હોય. આ પહેલા પણ બોલિવૂડની ઘણી એવી સુંદરીઓ છે, જેનું નામ ગુનેગારો સાથે જોડાયેલું છે.

હાજી મસ્તાન અને સોના
ટોપ ગેંગસ્ટર હાજી મસ્તાન માફિયા જગતમાં જાણીતો છે. કહેવાય છે કે આ ગેંગસ્ટર બોલિવૂડ એક્ટ્રેસ મધુબાલા પર દિલ હારી બેઠો હતો. પરંતુ તે મધુબાલાને પોતાના દિલની વાત કહી શકે તે પહેલા જ મધુબાલાનું મૃત્યુ થઈ ગયું, ત્યારબાદ હાજી મસ્તાન સોનાને મળ્યો. સોના બિલકુલ મધુવાલા જેવી દેખાતી હતી. હાજી મસ્તાને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના લગ્ન પણ થઈ ગયા, પરંતુ હાજીના મૃત્યુ પછી સોનાએ પોતાનું જીવન ગરીબીમાં વિતાવવું પડ્યું.

મોનિકા બેદી અને અબુ સાલેમ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ રાઈટ હેન્ડ એટલે કે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમનું નામ બોલિવૂડ અભિનેત્રી મોનિકા બેદી સાથે જોડાઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોનિકા અને અબુ સાલેમ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમના સંબંધોના સમાચાર ઘણીવાર મીડિયામાં છવાયેલા રહેતા હતા. એટલું જ નહીં, મોનિકા બેદીને અપરાધિક મામલાના આરોપી અબુ સાલેમના કારનામાને કારણે જેલ પણ જવું પડ્યું છે. અબુ સાલેમ સાથેના સંબંધોને કારણે મોનિકાની ફિલ્મી કારકિર્દી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી.

મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામી
90ના દાયકામાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરનાર અભિનેત્રી મમતા કુલકર્ણીનો સમાવેશ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં થતો હતો. ડ્રગ માફિયા ગેંગસ્ટરો સાથેના તેના સંબંધોએ તેની ફિલ્મી કારકિર્દી બરબાદ કરી નાખી. અહેવાલો અનુસાર, ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથેના તેના સંબંધોને કારણે ઘણી લાઇમલાઇટ માંથા સિક્રેટ દુનિયામાં જીવવા લાગી હતી, એવા અહેવાલો પણ આવ્યા હતા કે બંને પરિણીત છે. જે પછી અભિનેત્રી 2016માં ફરી એકવાર હેડલાઇન્સમાં આવી હતી જ્યારે પતિ વિકી ગોસ્વામી સાથે ડ્રગના સંબંધમાં કેન્યા એરપોર્ટ પર પોલીસે પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી. આ કેસમાં મમતાની પૂછપરછ કરવામાં આવી અને તેને છોડી દેવામાં આવી. 

મંદાકિની અને દાઉદ ઈબ્રાહીમ
બોલિવૂડની ખૂબ જ સુંદર ગણાતી અભિનેત્રી મંદાકિની એક સમયે બોલિવૂડ પર રાજ કરતી હતી. પરંતુ તેની એક ભૂલથી તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ. ડોન દાઉદ સાથેની તેની તસવીરે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો હતો. દરેક વ્યક્તિએ પોતાની જાતને અભિનેત્રીથી દૂર કરી દીધી હતી. આ તસવીર શારજાહમાં એક મેચ દરમિયાન લેવામાં આવી હતી. જો કે, મંદાકિનીએ હંમેશા દાઉદ સાથેના તેના સંબંધોના સમાચારોને નકારી કાઢ્યા છે.
 
આ પણ વાંચો- દાઉદ ક્યાં છે એ જણાવો, રોકડા 25 લાખ લઈ જાઓ
Tags :
AffairwithGangstersGujaratFirstJacquelineFernandezMamtaKulkarniMandakiniMonicaBedi
Next Article